google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

શંખેશ્વર ના પંચાસર માથી જુગારધામ ઝડપી લેતી શંખેશ્વર પોલીસ..

Date:

નવ જુગારીયાઓ રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે આબાદ ઝડપાયા..

પાટણ તા. 4
પાટણ જિલ્લાના શંખેશ્વર પોલીસ ટીમ દ્વારા બાતમી ના આધારે પંચાસર ખાતે ઓચિંતી રેડ કરી જુગારધામ ઝડપી નવ જુગારીયા શખ્સોને રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે આબાદ ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ વડા વિજય પટેલ નાઓના તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.ડી.ચૌધરી નાઓની પ્રોહી/જુગારની સફળ રેઇડો કરી કેશો શોધી કાઢવા અંગેના આપેલ માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર ડી.ડી.ચૌધરી શંખેશ્વર નાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે શંખેશ્વર પો.સ્ટેના પંચાસર ગામમાં ભરતજી જીવાજી ઠાકોર રહે પંચાસર તા. શંખેશ્વર વાળાના ઘરની પાછળ આવેલ વાડામાં ખુલ્લામાં કેટલાક ઇસમો પોતાના અંગત ફાયદા સારૂ ભેગા થઇ પૈસા વડે ગંજીપાનાથી હારજીતનો જુગાર રમી રમાડતા હોય જે બાતમી ના આધારે શંખેશ્વર પોલીસ ટીમે ધટના સ્થળે ઓચિંતી રેડ કરી પાના પત્તી નો જુગાર રમતા કુલ 9 ઇસમોને જુગારના કુલ રોકડ રકમ રૂપિયા 10460 તથા જુગારના સાહિત્ય સાથે આબાદ ઝડપી તમામ વિરુદ્ધ જુગાર ધારા કલમ-12 મુજબ ધોરણસર કાર્યવાહી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જુગાર ની રેડ દરમ્યાન પકડાયેલ આરોપીઓ પૈકી ભરતજી જીવાજી ઠાકોર,પશાજી ઝેણાજી ઠાકોર, ગુગાજી મગનજી ઠાકોર, મુકેશજી તલાજી ઠાકોર,જામાજી જુહાજી ઠાકોર, મોતીજી જુહાજી ઠાકોર,જગાજી રામજીજી ઠાકોર,રાજુજી લક્ષ્મણજી ઠાકોર અને પ્રહલાદજી અજાજી ઠાકોર તમામ રહે પંચાસર તા-શંખેશ્વર જી-પાટણવાળા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ની બોમ્બે મેટલ શાળામાં શ્રી કૃષ્ણ ના જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી..

પવિત્ર પ્રસંગે જાયન્ટ્સ પાટણ દ્રારા શાળા પરિવાર ને ૧૨...

પાટણની રાણકી વાવ ને G-20 ના ફાઇનાન્સ ટ્રેક મિટિંગના પ્રતિનિધિ મંડળે નિહાળી અભિભૂત બન્યા..

પાટણ તા. 19ઐતિહાસિક નગરી પાટણની બુધવારના રોજ G-20 ફાયનાન્સ...