fbpx

પાટણ બ્રહ્માકુમારી પરિવાર દ્વારા 50 વર્ષની ઉજવણીના ઉપલક્ષમાં આયોજિત ત્રિવિધ કાર્યક્રમનું શિવયાત્રા દ્રારા પ્રારંભ કરાયો..

Date:

પાટણ તા. ૩
દિવ્ય ભારતની અલૌકિક ધરોહર ગુર્જર ભૂમિ, સિદ્ધરાજ જયસિંહ જેવા સમ્રાટ રાજવીનું પ્રાચીન પાટનગર, કલિકાલ સર્વજ્ઞ વિદ્વાન જૈન મુનિ હેમચંદ્રાચાર્ય લિખિત “સિદ્ધહેમ શબ્દાનુશાસન” વ્યાકરણ ગ્રંથની હાથીની અંબાડી પર ભવ્યાતિભવ્ય શોભાયાત્રા થકી જ્ઞાન ગંગા સ્વરૂપ માં સરસ્વતીજીની શૈક્ષણિક નગરી તરીકે ખ્યાતનામ, હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિવર્સિટીનું વડુ મથક, જેને ભારતીય ચલણી નોટ પર શોભાયમાન સ્થાન મળ્યું છે

તેવી વર્લ્ડ હેરીટેજ “રાણીની વાવ”, સહસ્ત્રલિંગ તળાવ, પટોળા થી અલંકૃત નગરી, અને નવું નજરાણું રીજિયોનલ સાયન્સ સેન્ટર જ્યાં સ્થાપિત થયું છે એવી સંસ્કાર, સંસ્કૃતિ, શિક્ષણ, કળા, શિલ્પ, સ્થાપત્ય, વિજ્ઞાન, ધર્મ અને આધ્યાત્મિકતાથી દૈદીપ્યમાન ભૂમિ એટલે અણહિલપુર પાટણ મા ૫૦ વર્ષ પહેલાં પ્રજા પિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા, સોનામાં સુગંધ સમાન ઐતિહાસિક નગર પાટણની સંસ્કૃતિમાં આધ્યાત્મિકતાનું બીજ રોપવામાં આવ્યું હતું

જે આજે બીજ માથી વટવૃક્ષ બનીને સંસ્થાએ સેવાઓની સુવાસ દેશ વિદેશમાં ફેલાવી પોતાનું “દિવ્ય દર્શન” નામ સાર્થક કરી પાટણના ઈતિહાસમાં આ અહર્નિશ ઈશ્વરીય સેવાઓનો અડધી સદીનો સુવર્ણ કાળ પૂર્ણ કરવાનો અનેરો ઉત્સવ સુવર્ણ જયંતિમહોત્સવ શનિવારે અને રવિવાર એમ બે દિવસ મનાવાઈ રહ્યો છે.ત્યારે આજે શનિવારે પ્રસંગનો પ્રારંભ શહેરની એમ એન હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે થી ભવ્ય શિવ યાત્રા દ્રારા કરવામાં આવી હતી. આ શિવયાત્રા ને પ. પુ.રાજયોગિની શિલુદીદી,સાથે સરલા દીદી, નિલમ દીદી, જગન્નાથ મંદિર ના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઇ આચાર્ય સહિતના મહાનુભાવો એ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ શિવયાત્રા શહેરના વિવિધ માગૅ પરથી પસાર થતાં સમગ્ર વાતાવરણ પરમ કૃપાળુ શિવ પરમાત્મા મય બન્યુ હતું.આ શિવયાત્રા દિવ્ય દશૅન ખાતે પહોંચી હતી.જયા છેલ્લા ૨૫ વષૅથી બ્રહ્માકુમારી માં ચાલતા બ્રહ્મકુમાર ભાઈઓ- બહેનોને શિવ પરમાત્માની ભેટ સોગાદો સાથે સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલ પટેલે ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમ ની શુભકામના ઓ વ્યકત કરી પરમ કૃપાળુ શિવ પરમાત્માની સાથે રાજયોગિની બ્રહ્માકુમારી દીદી ઓના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. 

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિતના સમર્થકોએ ભાજપ નો કેસરીયો ધારણ કરી ભાજપના વિજય નો જયઘોષ કર્યો.

રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિતના સમર્થકો ને ભરતસિંહ ડાભી...

પાટણના ધારાસભ્યે ધારપુર હોસ્પિટલ ની ઓચિંતી મુલાકાત લીધી..

હોસ્પિટલ ની કેન્ટીગ માથી ખાદ્ય પદાર્થ ની ગુણવત્તા જોવા...