પાટણ તા. 9
ચાણસ્મા નગરમાં જયાં જુની ગાયકવાડ સમયનું જૂનું મામલતદાર કચેરીનું મકાન હતું તે જગ્યા ઉપર કોર્ટનું બિલ્ડીંગ બનાવ્યું છે અંદાજે એક કરોડના ખર્ચે તમામ સુવિધાઓ સાથે કૉર્ટના બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ બિલ્ડીગ છેલ્લા ત્રણ માસથી તૈયાર હોય આ બિલ્ડિંગનું લોકાર્પણ કયારે થશે તેની રાહ જોવાઈ રહી છે. હાલમાં ચાણસ્મા નગરમાં સયાજીરાવ ગાયકવાડ વખતના બિલ્ડીંગમાં કોર્ટ ચલાવી રહી છે સરકારના સંલગ્ન તંત્ર દ્વારા નવ નિર્મિત થયેલા કોર્ટના બિલ્ડીંગનો લોકાર્પણ કરવામાં આવે તો ચાણસ્મા સહિત આજુબાજુ ના લોકોને તેનો સીધો લાભ મળી શકે તેમ હોય આ બાબતે માર્ગ મકાન વિભાગના સુત્રો એ જણાવ્યું હતું કે અમારા વિભાગ દ્વારા અંદાજે એક કરોડના ખર્ચે તમામ સુવિધાઓ સાથે બિલ્ડીંગનું નિર્માણ કરીને તૈયાર કરી આપવા માં આવ્યું છે.હવે લોકાર્પણ સહિતની આગળ ની કામગીરી સરકારના સંલગ્ન તંત્ર કરવાની થતી હોવાનું તેઓએ જણાવ્યું હતું.
ચાણસ્મામાં નવીન કોર્ટ બિલ્ડીંગ ત્રણ મહિના થી તૈયાર છતાં લોકાર્પણ દેખાતી રાહ..
Date: