પાટણ તા. 8
છેલ્લા આઠ માસથી ખેતર પંડ્યા ને વિશ્વાસ ઘાતના કેસમાં સંડોવાયેલા બે આરોપી ઓને હારીજ પોલીસ ને ઝડપી લેવામાં સફળતા સાપડી હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લા માં વિવિધ ગુનાઓ માં સંડોવાયેલા અને પોલીસ પકડથી નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ સ્પેશ્યિલ ડ્રાઇવનું આયોજન કરેલ તે અનુસંધાને ડી.ડી. ચૌધરી ના.પો.અધિક્ષક રાધનપુર વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ હારીજ પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગ મા હતા દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે હારીજ પો.સ્ટે.મા વિશ્વાસઘાત અને છેતરપિંડી ની નોંધાયેલી ફરિયાદના આરોપીઓ કે જેઓ દ્રારા લીલાજી દેવશીજી દેહળજી ઠાકોર ઉવ.આ.૭૨ રહે નવામાંકા તા.હારીજ જી.પાટણ ની પત્ની ચહેરબેન ઠાકોર ઉવ.આ.૭૦ સાથે અગાઉ પકડાયેલ આરોપી કિરણજી ઠાકોરે સરકારની સહાય મળવાની છે તેવી લાલચ આપી તેમની સાથે વિશ્વાસ કેળવી તેમના ડોક્યુમેન્ટ મેળવી અન્ય તહોદારો સાથે પુર્વ આયોજીત કાવતરૂ રચી ચેહરબેનના નામે એલ એન્ડ ટી ફાઇનાન્સ કંપનીમાં કુલ-60 મહિને રૂપિયા 7,69,500/- ની રકમ ભરવાની શરતે રૂપિયા 5,12,991/- ની લોન ખોટા સહી/અંગુઠા કરી તથા ખોલાવેલ ખોટા ખાતાના ચેક આપી લોન મંજુર કરાવેલ તેમજ તે લોન પર સોનાલિકા ટ્રેક્ટર ની ખરીદી કરી વેચાણ કરેલ જે બાબતના ગુન્હાની તપાસ દરમિયાન હાલ પકડાયેલ આરોપી ઓ વિષ્ણુભાઈ ઠાકોર તથા મહાદેવભાઇ ચૌધરી બેંક કર્મચારી તરીકે ખોટુ ખાતુ ખોલી આપવા માટે પોતાની ફરજમાં કાર્યલોપ કરી મદદ કરેલ છે મુજબના ગુનાના કામે છેલ્લા આઠ માસથી નાસતા ફરતા આરોપી પકડી ગુન્હાના કામે અટક કરેલ છે. આમ છેલ્લા આઠ માસથી નાસતા ફરતા આરોપીઓ વિષ્ણુજી રામાજી ઠાકોર રહે.અમરતપુરા, હારીજ તા.હારીજ એચ.ડી.એફ.સી. બેંક, હારીજ શાખા અને મહાદેવ ભાઇ ભાવાભાઇ ચૌધરી રહે.કાતરા તા.હારીજ જી.પાટણ ને ઝડપી આગળ ની કાયૅવાહી હાથ ધરી હોવાનું પોલીસ સુત્રો એ જણાવ્યું હતું.
વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુન્હામાં આઠ માસથી નાસતા ફરતા બે આરોપી હારીજ પોલીસે ઝડપ્યા..
Date: