પાટણ તા. 11
પાટણના સંડેર મુકામે આ વર્ષે પણ દર વર્ષની જેમ સંડેર ગામના લોકો દ્વારા સુંદર મજાના હાલો ભેરૂ ગામડે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વખતે અંદાજિત 700 થી વધારે બાળકોએ ભાગ લીધો હતો. જેમાં બાળકોને નાની મોટી ઇમરજન્સી માં પહોચી વળવા શું શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તથા બાળકોને 108 કઈ રીતે કામ કરે છે તેની માહિતી આપવા સમર કેમ્પ ના આયોજકો દ્વારા EMRI Green Health Service દ્વારા ચાલતી પાટણની સંડેર 108 સેવાને આમંત્રિત કરવામાં આવી હતી.જેમાં સંડેર 108 ના ઈ.એમ.ટી ભાવનાબેન ચૌધરી અને પાયલોટ સનીભાઈ તથા દશરથ ભાઈ દ્વારા સુંદર ડેમો સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું જેમાં બાળકો અને આયોજકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.અને તેમને EMRI Green Health Service 108 સંડેરના કર્મચારીઓનો માહિતી પ્રદાન કરવા બદલ આભાર વ્યકત કર્યો હતો.
હાલો ભેરુ ગામડે સંડેર મુકામે યોજાયેલ સમર કેમ્પમાં 108 ની કામ ગીરી થી બાળકો ને વાકેફ કર્યા..
Date: