fbpx

સમીના કાઠીના ખેડૂતે થાઈલેન્ડ લીંબુની ખેતી કરીને રૂ.5 લાખથી વધુ ની આવક મેળવી..

Date:

પાટણ ના પ્રગતિશીલ ખેડૂતે જ્યાં બાવળ પણ ના ઉગે તેવી ખારી જગ્યામાં હરિયાળી પાથરી..

પાટણ તા. 11
પાટણ જિલ્લાના છેવાડાના ગામડાના ખેડૂતો પણ હવે ખેતીમાં અનેક પ્રયોગો કરી પ્રગતિ શીલ ખેડૂત બન્યા છે. વિસ્તારની પાણીની સમસ્યાનું જાતે જ સમાધાન શોધીને પાટણના ખેડૂતે જાતજાતના ફળોનું ઉત્પાદન કરી સધ્ધરતા પ્રાપ્ત કરી છે.પાટણ જિલ્લાનો સમી તાલુકો વઢિયાર પંથક તરીકે ઓળખાય છે. આ પંથકે હંમેશા પીવા ના પાણીની સમસ્યા જોઈ છે. પાણીની સમસ્યા સામે ઝઝુમતા વિસ્તારના લોકો માટે પાણી મેળવવુ એટલે અમૃત મેળવવા સમાન છે.

ત્યારે આ જમીન પણ ક્ષારવાળી હોય ત્યારે શું ઉગાડવું તે પણ ખેડૂતોનો મોટો પ્રશ્ન હોય છે. ત્યારે સમીના કાઠી ગામના એક પ્રગતિશીલ ખેડૂતે પોતાની કોઠાસૂઝથી ખારા પટના રણમાં પણ હરિયાળી ફેલાવી છે.સાથે સારી એવી ખેત પેદાશ મેળવી લાખોની કમાણી પર કરી રહ્યા છે.

પાટણ જિલ્લાના સમી તાલુકાના કાઠી ગામના ખેડૂત ગોવાભાઈ એ પોતાના ખેતર માં ખેત તલાવડી બનાવી વરસાદી પાણીનો સંગ્રહ કર્યો છે. જેના કારણે પાણીના સ્તર ઊંચા આવ્યા છે અને આજ તલાવડી માંથી પોતાની 10 વીઘા જમીનમાં લીંબુ સહીત વિવિધ વૃક્ષનું ઉછેર કરી સારી એવી આવક મેળવી રહ્યા છે, જેમાં ગોવાભાઈએ થાઈલેન્ડ ના લીંબુની જુદીજુદી જાતો સીતાફળ, જામફળ, પપૈયા,આંબા સહીતની ખેતી કરી છે.

ખારા પટના વિસ્તારમાં જ્યાં ગાંડા બાવળ સિવાય કઈ જોવા પણ ના મળે તે વઢિયાર પંથકમાં આ ખેડુતે હરિયાળી કરી અન્ય ખેડૂતોને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યાં છે.પાટણ જિલ્લાના સમી તાલુકામાં ખારા પટની જમીન અને પાણીની વિકટ સમસ્યાને અન્ય પાક વાવેતરમાં ખેડૂતોને સારી ઉપજ રહેવા પામી નથી. જેને લઇ સમી તાલુકાના કાઠી ગામના પ્રગતિશીલ ખેડૂત ગોવાભાઈ ચુડાસમા એ કાઠું કાઢ્યું છે. તેઓએ અગાઉ ઘઉં, કપાસ,જુવાર, બાજરી સહિતના પાકના વાવેતર કરતા હતા.

પણ આ વિસ્તારની ખારા પટની જમીન અને પાણીના અભાવને લઇ પાક ઉત્પાદન જોઈએ તેવું મળતું ન હતું અને આર્થિક બોજ પણ વધતો હતો. ત્યારે ગોવાભાઈ બાગાયતી ખેતી તરફ વળ્યાં અને પ્રથમ દેશી લીંબુના વાવેતર અંગે માહિતી મેળવી હતી.ત્યાર બાદ તેઓએ લીંબુના થોડા છોડ લાવી તેનું વાવેતર કર્યું અને તેની માવજત કરતા સારો ઉછેર થતા ઉત્પાદન પણ સારું રહ્યું અને આવક પણ સારી મળી.ત્યાર બાદ ગોવાભાઈએ દેશી લીંબુ, થાઈલેન્ડ લીંબુના 900 જેટલાં છોડ લાવી 10 વીઘા જમીનમાં વાવેતર કર્યું.

આજથી પાંચ વર્ષ પહેલા આ છોડની માવજત કરી સાથે ખેતરમાં ખેત તલાવડી બનાવી હતી. તેમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી તે પાણીનો ઉપયોગ પાક વાવેતરમાં કરવા લાગ્યા. તેમજ કુદરતી ખાતરના ઉપયોગ થકી લીંબુનો પાક તૈયાર કર્યો અને આજે સારુ ઉત્પાદન મેળવી રહ્યા છે. ગત વર્ષે ગોવાભાઈ એ એક લીંબુના છોડ પરથી 100 કિલોનું ઉત્પાદન થતા વર્ષ દરમ્યાન કુલ રૂપિયા 4 થી 5 લાખની આવક મેળવી હતી. અને ચાલુ વર્ષે પણ સારુ એવું ઉત્પાદન રહેવાની આશા તેઓ રાખી રહ્યા છે.

સમી પંથકના ખારા પટ ની જમીનમાં બાગાયતી ખેતી કરી કાઠું કાઢ્યું છે અને આ પ્રકારના લીંબુના ઉત્પાદન થકી સારી ઉપજ મેળવી છે. ત્યારે આ પ્રકાર ના સારા ઉત્પાદનને લઇ અન્ય ખેડૂતો પણ આ ખેતી જોવા આવી રહ્યાં છે. લોકો લીંબુનું વાવેતર, તેનો ઉછેર, ઉત્પાદન અને માવજત અંગે ગોવાભાઈ પાસેથી માહિતી મેળવી રહ્યાં છે.

તેમને તેમના ખેતરમાં આ પ્રકારના લીબું ના વાવેતર કરવા પ્રેરણા લીધી હતી.આમ તો આ ખારા પટની જમીનમાં અને પાણીની ખેંચ સામે અન્ય પાક વાવેતરમાં લાંબી ઉપજ રહેતી નથી. ત્યારે આ ખારા પટની જમીનમાં લીંબુનું વાવેતર કરી સારુ ઉત્પાદન મેળવી આર્થિક ઉપજ મેળવી રહ્યા છે. ઉનાળાના ચાર મહિનાની મુખ્ય ઉપજ લીંબુની સારી રહેવા પામે છે.

ખેડૂતે પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવી ચોમાસાના પાણીનો આ તલાવડી માં સંગ્રહ કર્યો પરિણામ સ્વરૂપે પાણીનું સ્તર ઊંચું આવ્યું અને વૃક્ષો માટે બારેમાસ મીઠું પાણી મળી રહ્યું જેનું પરિણામ એ મળ્યું કે પશુ પક્ષીઓના આશ્રય સ્થાનની સાથે ખેડૂત ને ઉત્પાદન મળતા આર્થિક ફાયદો પણ થયો છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ નગરદેવી કાલીકા માતાજી સન્મુખ પંચાવનસાધક-સાધિકાઓ દ્વારા સામુહિક પંચકુંડી મહાયજ્ઞ યોજાયો..

એક લાખ ગાયત્રી મહામંત્રનું જપાનુષ્ઠાન કરાયું.. પાટણ તા. 23 પાટણના...

પાટણના ત્રિમંદિર પરિવાર દ્વારા ભૂખ્યાજનોની જઠરાગ્નિ ઠારવા મિષ્ટ ભોજન પીરસાયુ..

ત્રિમંદિર પરિવારની દર રવિવારે કરાતી માનવીય સેવાને શહેરીજનોએ સરાહનીય...