શહેરના વિકાસ કામોને લઈને તાંત્રિક કમિટી દ્વારા વિકાસકામોની તાંત્રિક ચકાસણી બાદ મંજુર કરી ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાશે..
પાટણ તા. 11
પાટણ શહેરના વિકાસ કામોને તાંત્રિક અને વહીવટી મંજૂરી આપવા માટે ગુરૂવારના રોજ પાટણ નગરપાલિકા ખાતે તાંત્રિક કમિટીની બેઠક પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપ પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી.
પાટણ નગરપાલિકા ખાતે મળેલી તાંત્રિક કમિટીની આ બેઠકમાં પાટણ શહેરના જુદા જુદા 105 જેટલા વિકાસ કામો માટે રૂપિયા નવ કરોડની જુદી-જુદી ગ્રાન્ટ ફાળવી વિકાસ કામોને તાંત્રિક અને વહીવટી મંજૂરી માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.
પાલિકા ખાતે મળેલી તાંત્રિક કમિટીની આ બેઠકમાં વિકાસ કામો માટે કરાયેલ વિચાર વિમર્શ નો નિર્ણય ટૂંક સમયમાં તાંત્રિક ચકાસણી બાદ લઈ વિકાસ કામોની ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરી શહેરના વિકાસ કામો દિવાળી પૂર્વે પૂર્ણ કરવા માટે આ બેઠકમાં સૌએ કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપ પટેલના અધ્યક્ષ સ્થાને ગુરુવારે મળેલી તાંત્રિક કમિટીની આ બેઠકમાં ગાંધીનગર આરસીએમ ના પાયલબેન, પાટણ અને સિદ્ધપુર નગર પાલિકા ના એન્જિનિયરો, પાટણ નગર પાલિકા ના એકાઉન્ટન્ટ અસ્મિતા દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.