fbpx

પાટણ શહેરમાં ત્રિ દિવસીય ભગવાન શ્રી પરશુરામજી ની જન્મ જયંતી પર્વ ની ઉજવણી કરાશે..

Date:

પાટણ તા. ૪
ઐતિહાસિક અને ધર્મની નગરી પાટણ શહેરમાં આવેલા શ્રી જગન્નાથ ભગવાન મંદિર પરિસર ખાતે બિરાજમાન શ્રી પરશુરામ ભગવાનની આગામી તારીખ 10 મેના રોજ જન્મ જયંતી પર્વની ભક્તિ સભર અને હર્ષો ઉલ્લાસમય વાતાવરણ વચ્ચે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ત્રિદિવસીય ઉજવણીનું આયોજન શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લા તથા શ્રી પરશુરામ ભગવાન રથયાત્રા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે ભગવાન શ્રી પરશુરામજીના જન્મ જયંતી નિમિત્તે આયોજિત ત્રિદિવસી કાર્યક્રમ ની રૂપરેખા આપવા આયોજકો દ્રારા શનિવારના રોજ શ્રી જગન્નાથ મંદિર પરિસરના સત્સંગ હોલ ખાતે પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના મિત્રો સાથે પ્રેસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રેસ બેઠકને ભગવાન શ્રી પરશુરામજી ના જન્મ જયંતી મહોત્સવ નિમિત્તે આયોજિત ધામિર્ક ઉત્સવો ની માહિતી પ્રદાન કરતાં શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યએ જણાવ્યું હતું કે ભગવાન પરશુરામજી એ વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે અવતરણ કરી સૃષ્ટિ પરના આસુરી તત્વો નો વધ કરવાની સાથે તેઓએ પયૉવરણ નું જતન કરવાનો સંદેશ પાઠવ્યો હોઇ ભગવાન પરશુરામ ફકત બ્રહ્મ સમાજના નહીં પરંતુ દરેક સમાજના આ આરાધ્ય દેવ છે.

ત્યારે પાટણ શહેરના શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે બિરાજમાન શ્રી પરશુરામ ભગવાન ના જન્મ જયંતી પવૅ નિમિત્તે મંદિર પરિસર ખાતે તા. 8 મેં ના રોજ દરેક સમાજના વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ માટે ક્વિઝ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે જે ક્વિઝ સ્પધૉ મા પ્રથમ ત્રણ નંબરના સ્પધૅકો ને રોકડ પુરસ્કાર થી સન્માનિત કરવાની સાથે સ્પધૉ મા ભાગ લેનાર તમામ સ્પધૅકો ને પણ પ્રાથૅના બુક આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.

જયારે તા. 9 મેં ના રોજ જગન્નાથ મંદિર પરિસર ખાતે સવારે 8-00 થી સાંજના 6-00 કલાક ના સમય દરમ્યાન શહેરના વિવિધ આનંદ ગરબા મંડળની બહેનો દ્વારા ભક્તિ સંગીત ના સુરો વચ્ચે આનંદ ગરબા કરવામાં આવશે. રાત્રે પાટણના જુદા જુદા કલાકારો દ્વારા ભજન સંધ્યા નો કાર્યક્રમ યોજાશે. તા.10 મેં ના રોજ સવારે 8-00 કલાકે શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે બિરાજમાન ભગવાન શ્રી પરશુરામજી મંદિર ખાતે થી ભક્તિ સંગીત ના સુરો વચ્ચે શણગારેલ રથમાં ભગવાન પરશુરામ ની ફોટો પ્રતિમા બિરાજમાન કરી તેની ભવ્ય રથયાત્રા નિજ મંદિર થી પ્રસ્થાન થશે ,જે હિગળાચાચર,ચતુર્ભુજ બાગ, જુનાગંજ બજાર, પુનઃ હિગળા ચાચર થઈ મેઈન બજાર, ધીવટા નાકાથી બહુચર માતાજી મંદિર થઈ ને પરત નિજ મંદિર ખાતે સંપન્ન થશે.

ભગવાન પરશુરામજી ની રથયાત્રાના બે કિલોમીટર જેટલા લાંબા માર્ગ પર વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો કાર્યરત બનાવવામાં આવશે. તો ભગવાન પરશુરામજી ની શોભા યાત્રાની સાથે સાથે જલારામ મંદિર, ગાયત્રી મંદિર,બ્રહ્માકુમારી, બહુચર માં , વાઘેશ્વરી માતા સહિત વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થા સાથે પયૉવરણ અને દેશપ્રેમ ની ઝાંખી કરાવતા ટેબ્લો પણ જોડાશે. તો વિશ્વ હિન્દુ પરિષદ ની ભગિની સંસ્થા દુગૉ વાહિની ની બહેનો દ્વારા તલવાર બાજી કરી સૌર્ય પ્રદર્શન કરવામાં આવશે .

આ રથયાત્રામાં બ્રહ્મ સમાજના ભાઈઓ તેમજ બહેનો હિન્દુ સંસ્કૃતિ ને અનુરૂપ પોતાના પહેરવેશ ધારણ કરી જોડાશે. ભગવાન પરશુરામજી ની રથયાત્રામાં જોડાનાર તમામ ભાવિક ભક્તોને આયોજકો દ્વારા તુલસી ના રોપાઓનું વિતરણ કરવામાં આવનાર હોવાની માહિતી પ્રદાન કરી હતી. ભગવાન શ્રી પરશુ રામ જી ના જન્મ જયંતિ પ્રસંગે ઉજવાનારા વિવિધ કાર્યક્રમોની રૂપરેખા આપવા શનિવારે બોલાવાયેલી પ્રેસ બેઠકમાં જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણભાઈ બારોટ, હર્ષદભાઈ રાવલ, કાંતિભાઈ પટેલ તેમજ પરશુરામ રથયાત્રા સમિતિના વિનોદભાઈ જોશી, અશ્વિનભાઈ જોશી ઉપસ્થિત  રહ્યા  હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ તાલુકા ના વિકાસ ના કામોના ચૂકવણા ના તાત્કાલિક કરવા રજુઆત કરાઈ..

પાટણ તાલુકાના વિકાસના કામો ના ચૂકવણા ના તાત્કાલિક કરવા રજુઆત કરાઈ.. ~ #369News

ડો.આંબેડકર હોલ ખાતે પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાની જનસંપર્કથી જનસમર્થન બેઠક મળી..

ડો.આંબેડકર હોલ ખાતે પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાની જનસંપર્કથી જનસમર્થન બેઠક મળી.. ~ #369News