શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું ભૂલી જનાર વડીલો ને વૃદ્ધા અવસ્થામાં ઘરડા ઘરમાં રહેવાની સાથે દુઃખદ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે : પિયુષ આચાર્ય..
પાટણ: તા.૨૪
રોટરી ક્લબ ઓફ પાટણ આયોજિત શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ ભગવાન ભાઈ પટેલે વેલકમ સ્પીચ આપી આમંત્રિત મહેમાનોને આવકાર આપ્યો હતો. તો હમણાંજ ગુજરાતના બેસ્ટ શિક્ષકનો એવોર્ડ રાજ્ય સરકાર તરફથી મળ્યો છે તેવા રોટેરિયન ઝુઝારસિહ શોઢાએ કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું. આ પ્રસંગે પાટણ જિલ્લાની જુદી જુદી શાળાના શ્રેષ્ઠ ૧૦ શિક્ષકો તેમજ બે ક્લબ મેમ્બર ને પી.એચ. ડી.ની ડીગ્રી મેળવવા બદલ સન્માનિત કરાયા હતા. તેમજ રોટરી ક્લબમાં નવા ચાર મેમ્બર જોડાયા હતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત આમંત્રિત મહેમાનો એ પ્રસંગોચિત વક્તવ્ય આપી ને આવા સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ પ્રમુખ સહિત ક્લબની ટીમને બિરદાવી હતી.
આ પ્રસંગે જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પાટણ જિલ્લાના પ્રમુખ પિયુષભાઈ આચાર્યએ સમાજમાં કોઈ પણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરે તેવા સજ્જનો નું સન્માન કરવું જોઈએ તેમ જણાવી , આજે વાલીઓ પોતાના બાળકોને શિક્ષણ આપવા ખૂબ જાગૃત થયા છે તે આવકારદાયક અને ખુશીની વાત છે પણ શિક્ષણ સાથે સંસ્કારો નું સિંચન બાળપણ થી જ કરવામાં નહિ આવે તો , ભણેલા ગણેલા બાળકો પોતાના વૃદ્ધ માતા પિતાને ઘરડા ઘરમાં મૂકી આવે છે.આવા કિસ્સાઓ ખાસ કરીને હિન્દુ સમાજમાં અને ભણેલા ગણેલા પરિવારો માં જ ઝડપથી વધી રહ્યા છે તે બાબત પણ ચિંતા અને ચિંતનનો વિષય હોવા નું જણાવી સમાજમાં આવા બનાવો ના બને તે માટે ધર્મ અને સંસ્કારો નું શિક્ષણ બાળપણથી જ આપવું જોઈએ તેના ઉપર ભાર મૂકી આપણે આપણા ઋષિ મુનિઓ એ બતાવેલા માર્ગ ઉપર ચાલીશું તો જ ઘરમા સુખ શાંતિ જળવાશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે પ્રો.જય ધ્રુવે પણ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી