google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

સમી તાલુકાના રવદ ગામે બાળકો માટે સમર કેમ્પ યોજાયો..

Date:

બાળકો જૂની રમતો રમ્યા, ગામડા ની સંસ્કૃતિ થી અવગત થયા…

પાટણ તા. 12
વર્તમાન આધુનિક સમયમાં લોકો ધંધા અને રોજગારની શોધમાં ગામડાઓ છોડીને શહેરો તરફ આંધળી દોટ લગાવી રહ્યા છે. જેના કારણે ગામડાઓ હવે ધીરે-ધીરે ખાલી થવા લાગ્યા છે. અને શહેરોમાં વસ્તી વધારાની સમસ્યાઓ વધતી જાય છે.

ત્યારે ક્યાંક ને ક્યાંક આ દોડધામ ભર્યા જીવન માં લોકો પોતાના માદરે વતનથી દૂર થતા જાય છે. ત્યારે પાટણ જિલ્લાના સમી તાલુકા ના રવદ ગામે સમસ્ત સત્યાવીસ લેઉવા પાટીદાર સમાજના પરિવારજનો ના સહકાર થી સમગ્ર સત્યાવીસ ગામ લેઉવા પાટીદાર સમાજના 580 થી વધારે બાળકો માટે 2 દિવસ માટે પ્રથમવાર સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

સમાજના ભામાશા અને રવદ ગામના વતની પૂ. શંકરભાઈના પૂતળાનું વાડીમાં અનાવરણ કરી વાડી ખુલ્લી મુકવામાં આવી હતી. દાતા ઓ દ્વારા દાનની સરવાણી વસાવવા માં આવી હતી. જેમાં પ્રથમ દિવસે શરૂઆતમાં સદગુરુદેવશ્રી 1008 શક્તિ પિઠાધીશ્વર પરમ પૂજ્ય માડીશ્રી બાબુભાઈ પટેલ સુરત (ખારી ઘારીયાલ) વાળા જયમાડી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત તરફથી તમામ વિદ્યાર્થીઓ અને કાર્યકરો ને ટોપીઓ આપવામાં આવી હતી.

બાદમાં વિવિધ રમતો જેવી કે કબડ્ડી, ખોખો, ગીલીદંડો,ગરગડી,ગેડી દડો, લખોટી, ભમરડા, વગેરે ની રમત રમાડવામાં આવી હતી.બપોરે માટીના રમકડાં બનાવવા માં આવ્યા હતા. બપોરબાદ ફરીથી રમતો રમાડવામાં આવી જેમાં કાગળ કામ, ઠીકરાની ચકરડી, કાળા દોરાની ગૂંથણી, દોરી વણાટ, ખાટલા ભરવા, કુકા,ચકા, સોગટાબાજી, કોડી ની રમતો જેવી જૂની રમતો રમાડી હતી.

ત્યાર બાદ સાંજના 6-30 કલાકે ગામના મંદિરે મહા આરતી અને હનુમાન ચાલીસા કરી રાત્રે ભવાઈ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.માદરે વતનની માટીની મીઠી સુગંધ ને પ્રસરાવવા સમી તાલુકાના રવદ ગામમાં એક અનોખો જ પ્રયોગ કરવામાં આવતા સમસ્ત રવદ ગામના સત્યાવીસ લેઉવા પાટીદાર સમાજના પરિવારજનો આનંદ જોવા મળ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

સિધ્ધપુર મુક્તિધામ ને દાતા પરિવાર દ્વારા મળેલ મુકિત વાહિની નું કેબીનેટ મંત્રી એ લોકાર્પણ કર્યું..

પાટણ તા. ૩૦સિદ્ધપુર શ્રી સરસ્વતી મુક્તિધામ ટ્રસ્ટ સંચાલિત મુક્તિધામને...

શ્રી પદ્મનાભ વાડી પરિસર માં બિરાજ માન ગોપેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રી પર્વ ઉજવાયો…

પાટણ તા. ૯શિવરાત્રીના પાવન પર્વની પાટણ શહેરના પ્રજાપતિ સમાજના...