fbpx

પાટણ માનવસેવા ગ્રુપ દ્વારા વિશ્વ માતૃ દિવસ નિમિત્તે સ્લમ વિસ્તારોમાં જરૂરિયાતમંદ પરિવારોને કપડાઓનું વિતરણ કરાયું.

Date:

માનવસેવા ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી બનવા પાટણ ના નગરજનો ને સહિયોગી બનવા અપીલ કરાઈ..

પાટણ તા.15
પાટણ ખાતે માનવસેવા એજ પ્રભુ સેવા ને સાર્થક કરતી સંસ્થા માનવસેવા ગ્રુપ ની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સરાહનીય બનવા પામી છે. ત્યારે રવિવારે વિશ્વ માતૃ દિવસના ઉપલક્ષ્યમાં માનવ સેવા ગૃપ ના સેવાભાવી કાર્યકરો દ્વારા શહેરના સ્લમ વિસ્તારોમાં જરૂરિયાત મંદ પરિવારના બાળકો ને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાટણમાં ગરીબ લોકો જ્યાં રહે છે

તેવા વિસ્તારોમાં માનવસેવા ગ્રુપ દ્વારા નાના બાળકો, બહેનો તથા ભાઈઓને તેઓની જરૂરિયાત મુજબના કપડા વિતરણ કરાતા જરૂરિયાત મંદો ના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી. અને માનવ સેવા ગૃપની સેવાકીય પ્રવૃતિ જોડાયેલા સતિષ સ્વામી, ઇર્શાદ સિંધી,નૈતિક પ્રજાપતિ,નીરવ પંચાલ, ભોલુ પ્રજાપતિ, કૌશિક પ્રજાપતિ સહિત ના સભ્યો એ ને અંતરથી આશિષ પાઠવ્યા હતા.વિશ્વ માતૃ દિવસની ઉજવણી ના ઉપલક્ષ્યમાં માનવ સેવા ગૃપ દ્રારા આયોજિત આ કપડાં વિતરણ કાર્યક્રમ દરમિયાન ગૃપ ના સભ્યોએ આ નિસ્વાર્થ સેવાના કાયૅમાં પાટણની જનતાને પણ સહિભાગી બનવા માનવસેવા ગ્રુપનો સંપર્ક કરવા અપીલ કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

ગુજરાત વિધાનસભાની ખાતરી અને નિયમો માટેની બનાવાયેલ સમિતિમાં પાટણના ધારાસભ્ય નો સમાવેશ કરાયો..

ગુજરાત વિધાનસભાની ખાતરી અને નિયમો માટેની બનાવાયેલ સમિતિમાં પાટણના ધારાસભ્ય નો સમાવેશ કરાયો.. ~ #369News

પ્રેમ પ્રકરણની અદાવતમાં યુવકનું અપહરણ, પોલીસે 40 કિમી પીછો કરી મહેસાણાથી યુવકને બચાવ્યો

પ્રેમ પ્રકરણની અદાવતમાં યુવકનું અપહરણ, પોલીસે 40 કિમી પીછો કરી મહેસાણાથી યુવકને બચાવ્યો ~ #369News #Mehsana

ચાલું વર્ષે સરકાર 7 હજાર પદો પર ભરતી કરશે, પોલીસ વિભાગ માં મોટી જગ્યાઓ છે ખાલી

ચાલું વર્ષે સરકાર 7 હજાર પદો પર ભરતી કરશે, પોલીસ વિભાગ માં મોટી જગ્યાઓ છે ખાલી ~ #369News