google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

સીઆર પાટીલ જુલાઈ મહિનામાં પ્રદેશ અધ્યક્ષ તરીકેના ત્રણ વર્ષ પૂર્ણ કરશે, આ જવાબદારી સોંપી શકે છે હાઈકમાન્ડ

Date:

સીઆર પાટીલ આવાત મહિને જુલાઈ માસમાં પ્રદેશ અધ્યક્ષ તરીકેના ત્રણ વર્ષ પૂર્ણ કરશે. ભાજપને ગુજરાતમાં જીતાડનાર સીઆર પાટીલ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પ્રભારી બનાવવામાં આવે તેવી પણ ચર્ચા છે.

સીઆર પાટીલ આવાત મહિને જુલાઈ માસમાં પ્રદેશ અધ્યક્ષ તરીકેના ત્રણ વર્ષ પૂર્ણ કરશે. ભાજપને ગુજરાતમાં જીતાડનાર સીઆર પાટીલ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પ્રભારી બનાવવામાં આવે તેવી પણ ચર્ચા છે. અગાઉ નડ્ડાની જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા હતી પરંતુ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જેપી નડ્ડાનું પદ બરકરાર રહ્યું છે. ત્યારે આગામી સમયમાં લોકસભાની તૈયારીમાં સીઆર પાટીલ અત્યારે વ્યસ્ત છે ત્યારે આગામી સમયમાં આ પ્રદેશ પ્રમુખથી અલગ તેમના કામને જોતા પડોશી રાજ્ય રાજસ્થાનના પ્રભારી બની શકે છે.

સીઆર પાટીલનું કદ અત્યારે પહેલા કરતા વધી ગયું છે. ગુજરાત ચૂંટણીમાં જંગી જીત બાદ સીઆર પાટીલને જીતનો શ્રેય ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો હતો. પાટીલે ગુજરાતમાં પેજ સમિતિનું ગઠન કરીને સંગઠનને એક નવી તાકાત આપી છે. પાટીલ આ દિવસોમાં લોકસભાની ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. વિધાનસભાની ચૂંટણી બાદ તેમણે એક ડઝન જિલ્લા પ્રમુખો બદલ્યા છે અને તાજેતરમાં તેમણે પ્રદેશ કારોબારીની બેઠક પણ યોજી હતી. પાટીલ પોતાની રણનિતીથી આગળ વધવામાં માહીર છે.

ગુજરાતનું પડોશી રાજ્ય રાજસ્થાન છે જ્યાં ગેહલોત સરકાર એટલે કે કોંગ્રેસનું શાસન છે પડોશી રાજ્ય રાજસ્થાનમાં ભગવો લહેરાવા માટે ભાજપા તૈયારી કરી રહ્યું છે ત્યાં કર્ણાટકની જીત બાદ વધુ એક રાજ્યમાં પોતાની સરકાર બરકરાર રાખવા માટે કોંગ્રેસ મથામણ કરી રહી છે ત્યારે ગુજરાતમાં પડોશી રાજ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે જ્યારે એક પડોશી રાજ્ય રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે જેથી ભાજપા પણ કર્ણાટકની હાર બાદ અહીં જીતવાની આશા રાખી રહી છે જેથી ત્યાં સીઆર પાટીલને આ જવાબદારી સોંપવામાં આવી શકે છે.

પાટીલ જુલાઈ મહિનામાં પ્રદેશ અધ્યક્ષ તરીકેના ત્રણ વર્ષ પૂર્ણ કરશે. આવી સ્થિતિમાં જ્યારે પાટીલના કાર્યકાળના અંતિમ મહિનામાં તેઓ ફરીથી રાજસ્થાનના પ્રભારી બનવાની ચર્ચા જોરમાં છે. તેમને બીજી ટર્મ નહીં મળે તેવી પણ ચર્ચા છે. જો આમ થશે તો ચોક્કસ પાટીલને નવી જવાબદારી મળશે. ઉલ્લેખનીય છે કે, પાટીલની કામ કરવાની પોતાની શૈલી છે. તેઓ આમાં બાંધછોડ કરતા નથી. તેમની આ શૈલીથી ભાજપને ઐતિહાસિક જીત વિધાનસભામાં મળી છે. જેથી આગામી સમયમાં રાજસ્થાનમાં પણ ભાજપ આ જ તર્જ પર જીત માટે પાટીલને મોટી જવાબદારી સોંપે તેવી શક્યતા છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાત્રે ઘરે જતા એકલો હતો યુવક, તક મળતા જ રહેંસી નાખ્યો

રાત્રે ઘરે જતા એકલો હતો યુવક, તક મળતા જ રહેંસી નાખ્યો ~ #369News

પાટણના સિદ્ધપુર ચાર રસ્તા નજીક ઓવરબ્રિજ બનાવ્યા બાદ પણ ટ્રાફિકની સમસ્યા જૈસે થૈ..

પાટણના સિદ્ધપુર ચાર રસ્તા નજીક ઓવરબ્રિજ બનાવ્યા બાદ પણ ટ્રાફિકની સમસ્યા જૈસે થૈ.. ~ #369News

રાજપુર આઈટીઆઈ ખાતે કૌશલ્ય દિક્ષાત સમારોહ કાર્યક્રમ યોજાયો..

પાલિકા પ્રમુખ સહિતના મહાનુભાવો ના વરદ હસ્તે 500 થી...

જામનગર: 1લી મેએ ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી, જાણો સંપૂર્ણ કાર્યક્રમ વિશે

જામનગર: 1લી મેએ ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી, જાણો સંપૂર્ણ કાર્યક્રમ વિશે ~ #369News