google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ તાલુકા ના સબોસણ – કુણધેર રોડ પર જુગાર રમતા શખ્સો ને ઝડપી લેતી એલસીબી પોલીસ..

Date:

પાટણ તા. 27
પાટણ તાલુકાના સબોસણ કુણઘેર માર્ગ પર જાહેરમાં પાના પતિ નો જુગાર રમતા છ શખ્સોને પાટણ એલસીબી પોલીસે આબાદ ઝડપી લઇ તમામ જુગારીયા સામે પાટણ તાલુકા પોલીસ મથકે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસે તાલુકા પોલીસને સોંપવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્ર તરફથી જાણવા મળ્યું છે. આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા પાટણ શહેર અને જિલ્લામાંથી પ્રોહિબિશન અને જુગાર ની બદી ને ડામી દેવા સુચન કરતાં પાટણ એલસીબી ટીમે સ્પેશિયલ ડ્રાઇવ યોજી પાટણ તાલુકાના સબોસણ કુણઘેર માર્ગ પર પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ઓચિંતી રેડ કરી જાહેર માં પાના પતિ નો જુગાર રમી રહેલા છ જેટલા શખ્સોને રોકડ રકમ રૂ.75500/-ના મુદ્દામાલ સાથે પકડી પાટણ તાલુકા પો.સ્ટે જુગારધારા કલમ-12(અ) મુજબ ગુનો દાખલ કરાવી આગળની તપાસ પાટણ તાલુકા પોલીસે હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓમાં

મહેશકુમાર ચંપકલાલ પ્રજાપતિ રહે પાટણ રત્નમણી સોસાયટી કેનાલ રોડ મ નં-૪૩(સી) પાટણ,
સંજય પરશોતમદાસ હરીભાઇ પટેલ રહે,રાજકા વાડો તા-જી-પાટણ,

ઠાકોર કનુજી સોવનજી રવાજી રહે જળચોક ઠાકોર વાસ તા-જી-પાટણ,

રાજેશભાઇ હરીભાઇ શીવાભાઇ પ્રજાપતિ રહે પાટણ ખાલકપુરા કુંભારવાસ તા-જી-પાટણ,

અશ્વિનકુમાર લક્ષ્મણભાઇ નાથાભાઇ પટેલ રહે,પાટણ બળીયાપાડો મહાલક્ષ્મીનો મહોલ્લો તા જી પાટણ અને ચેતન મનસુખલાલ પ્રજાપતિ રહે પાટણ કાજીવાડો, જુના પાવર હાઉસની બાજુમાં તાજી-પાટણ વાળા હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના તળ દરજી સમાજનો શ્રી લોહેશ્વર મહાદેવ પગપાળ યાત્રા સંઘ ભક્તિ સભર મહોલમાં પ્રસ્થાન પામ્યો..

પાટણના તળ દરજી સમાજનો શ્રી લોહેશ્વર મહાદેવ પગપાળ યાત્રા સંઘ ભક્તિ સભર મહોલમાં પ્રસ્થાન પામ્યો.. ~ #369News