ક્રિકેટના મેદાનમાં એક પણ સીટ ખાલી જોવા નહીં મળે. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈન સપોર્ટ કરવા માટે મોટી સંખ્યા માં ક્રિકેટ પ્રેમીઓ અમદાવાદમાં આવી પહોંચ્યા છે. ત્યારે હવામાન વિભાગે બે દિવસ માટે વરસાદની પણ આગાહી કરી છે.
ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ આ બંને ટીમોનું શાનદાર પ્રદર્શન રહ્યું છે ત્યારે આવતીકાલે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમની અંદર ખરાખરીનો જંગ જોવા મળશે. ત્યારે અમદાવાદનું સ્ટેડીયમ આજે ખિચોખીચ ભરાયેલું જોવા મળશે. ક્રિકેટના મેદાનમાં એક પણ સીટ ખાલી જોવા નહીં મળે. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈન સપોર્ટ કરવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ દેશ અને વિદેશમાંથી અમદાવાદમાં આવી પહોંચ્યા છે. ત્યારે હવામાન વિભાગે બે દિવસ માટે વરસાદની પણ આગાહી કરી છે.
વરસાદની વિઘ્ન બનવાની શક્યતા ઓછી
આવતીકાલે અમદાવાદમાં મેચ છે ત્યારે વરસાદ મેચમાં વિઘ્ન નહીં બને. તેવી શક્યતા છે. 28 મે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે.અમદાવાદમાં રવિવારે વરસાદની શક્યતા નહીંવત છે. જો કે, લોકલ કનેક્ટિવિટીથી વરસાદ કદાચ થઈ શકે.
ધોની ચેન્નઈની ટીમને લઈને 10મી વખત ફાઈનલમાં પહોંચ્યો
ક્વોલિફાયર 1માં ધોનીની આગેવાનીમાં ચેન્નાઈએ ગુજરાતને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ સાથે જ ગુજરાતે બીજી ક્વોલિફાયર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ ને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ ચાર મેચ રમાઈ છે જેમાંથી ત્રણ મેચ ગુજરાતે જીતી છે જ્યારે ચેન્નાઈની ટીમ એક વખત જીતી છે.
આ બંને ટીમોએ સમગ્ર સિઝનમાં શાનદાર બેટિંગ કરી છે. જણાવી દઈએ કે, ગુજરાત સતત બીજી વખત ફાઇનલમાં પહોંચ્યું છે. આ સાથે જ ચેન્નાઈએ 10મી વખત આઈ પી એલ ની ફાઇનલમાં જગ્યા બનાવી છે.
આઈપીએલની ફાઈનલ માટે ટિકિટો વેચાઈ ગઈ
અત્યાર સુધીમાં ફાઈનલ મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. છેલ્લા ત્રણ દિવસથી સ્ટેડીયમની બહાર મોટી સંખ્યામાં ટિકિટ માટે ભીડ પણ જોવા મળી હતી. દરકે ક્રિકેટ પ્રેમીઓ તેમની હોટફેવરીટ ટીમને સપોર્ટ કરવા માટે આતુર છે ત્યારે ગુજરાતમાં જ આ મેચ રમાઈ રહી છે ત્યારે મોટી સંખ્યામાં ગુજરાતી દર્શકો જીટીને સપોર્ટ કરતા જોવા મળશે જો કે, ધોનીનું ફેન ફોલોઈંગ પણ ખૂબ મોટું છે. ત્યારે ઘોનીની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો જોવા મળશે. બની શકે છે કે,આ ધોનીની આખરી ફાઈનલ મેચ હશે.