google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણમાં ભગવાન શ્રી રામચંદ્રજીની શ્યામવર્ણી પ્રતિમા સાથે શોભાયાત્રા રામજી મંદિર થી પ્રસ્થાન પામી શહેરના 27 રૂટો પર પરિભ્રમણ કરશે..

Date:

પાટણ તા. 15
ભગવાન શ્રીરામ અયોધ્યામાં બિરાજમાન થયા પછીની એમની આ પ્રથમ શ્રી રામનવમી શોભાયાત્રા હોય હિન્દુ સનાતન પ્રેમીઓમાં રામનવમીનાઉત્સવ નો અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. પાટણ નગરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ પાટણ નગરના નેજા હેઠળ પ્રથમ વાર નીકળનારી ભગવાન શ્રી રામ લલ્લા ની શોભા યાત્રા ને લઇ સમગ્ર શહેર ને કેસરી ધજા પતાકા અને ભગવાન શ્રી રામના આગમનને વધાવતાં બેનરો, હોડિગ્સો અને કમાનો ઉભી કરી સમગ્ર શહેર ને પ્રભુ શ્રી રામ મય બનાવવામાં આવ્યું છે.

પાટણ શહેરમાં સૌ પ્રથમવાર વિશ્વ હિન્દુ પરિષદ પાટણ નગરના યજમાન પદે નીકળનારી ભગવાન શ્રી રામચંદ્રજી ની શોભાયાત્રા સહિત વિવિધ ધામિર્ક ઉત્સવો સહિત શોભાયાત્રા ના રૂટ ની માહિતી માટે સોમવારે ગામ રામજી મંદિર ખાતે પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયા ના મિત્રો સાથે વિશ્વ હિન્દુ પરિષદ પાટણ નગરની પ્રેસ બેઠક બોલાવવામાં આવી હતી.

પાટણ શહેર માથી સૌ પ્રથમવાર વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ નીકળનારી ભગવાન શ્રી રામચંદ્રજી ની શોભા યાત્રા ની માહિતી આપતા આયોજકો એ જણાવ્યું હતું કે આ વર્ષે અયોધ્યા મા બિરાજમાન ભગવાન શ્રી રામચંદ્ર ની પ્રતિમાની હુબહુ 200 કિલો વજનની શ્યામવણૅ ના પથ્થરમાથી રાજસ્થાનના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રભુ શ્રી રામની પ્રતિમાને ચાંદી મઢીત રથમાં બિરાજમાન કરવામાં આવશે.

સાથે સાથે પાટણ નગરના કારીગરો દ્વારા બનાવેલી સવા પાંચસૌ ગ્રામ ચાંદી માથી તૈયાર કરવામાં આવેલ ભગવાન શ્રી રામચંદ્ર ની ચાંદીની ચરણ પાદુકા કે જે ચરણ પાદુકા ની અયોધ્યામાં વિશેષ પુજા અચૅના કરવામાં આવી છે તેને પણ ભગવાન ની શોભાયાત્રામાં પાટણનાં રામ ભકતો માટે દશૅન માટે પ્રસ્થાપિત કરવામાં આવશે.

આ સાથે અયોધ્યા મા ભગવાન શ્રી રામચંદ્ર ને પહેરાવેલા વસ્ત્રો પણ ભેટ સ્વરૂપે પ્રાપ્ત થયા હોય જે વસ્ત્રો પણ પાટણ માથી નિકળનાર ભગવાન શ્રી રામચંદ્રજી શોભાયાત્રા મા રામ ભકતો ના દશૅન માટે મુકવામાં આવનાર હોવાનું જણાવી અયોધ્યા રામમંદિર ના પુજારી દ્રારા પ્રાપ્ત થયેલ સરયુ નદીના જળને પણ શોભાયાત્રા દરમ્યાન દશૅનાથૅ પધારનારા ભકતોને ચરણામૃતની પ્રસાદ સ્વરૂપે વિતરણ કરવા માં આવશે.

તો ચાલુ સાલે સમરસતાનાં ભાવ સાથે નીકળનારી ભગવાન શ્રી રામચંદ્રજીની શોભાયાત્રામાં જોડાનાર તમામ રામ ભકતો ને શહેર માથી એકત્ર કરવામાં આવેલ શ્રી રામ સમરસતા ખીચડી નો પ્રસાદ પણ શોભા યાત્રા ના સમાપન બાદ શ્રી રામજી મંદિર ખાતે પિરસવામાં આવનાર છે. ચાલુ સાલે ભગવાન શ્રી રામચંદ્રજી ની શોભાયાત્રા બપોરે 12.39 કલાક ના શુભમૂહૅત મા ગામ રામજી મંદિર ખાતે થી પ્રસ્થાન પામી શહેરના જુદા જુદા 27 રૂટ પરથી પ્રસ્થાન પામી રાત્રે 8-30 કલાકે નિજ મંદિરમાં સંપન્ન બનશે.

શોભાયાત્રા ના રૂટ પર શહેરની વિવિધ 40 જેટલી સંસ્થાઓ દ્વારા વિવિધ સેવા કેમ્પો ની સેવા પૂરી પાડવામાં આવશે તો 200 બાલિકાઓ શોભાયાત્રા મા તલવાર બાજી ના વિવિધ કરતબો રજૂ કરવાની સાથે અન્ય ટેબલો પણ શોભાયાત્રા નું આકષૅણ બનનાર હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.

અયોધ્યામાં બિરાજમાન ભગવાન શ્રી રામચંદ્રજીની શ્યામવર્ણી હુબહુ તૈયાર કરવામાં આવેલ પ્રતિમાને મંગળવારે વાજતે ગાજતે યજમાન પરિવારના નિવાસ સ્થાને લઈ જઈ તેની પુજા વિધિ કરવામાં આવશે અને સાજે 200 થી વધુ બાલિકાઓ દ્રારા ભગવાન શ્રી રામચંદ્રજીની શોભાયાત્રા મા જોડાવવા માટે નગર જનો ને આમંત્રણ પાઠવવા મશાલ રેલી યોજશે.

આમ ચાલુ વર્ષે પ્રથમ વાર વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ નીકળનારી ભગવાન શ્રી રામચંદ્રજીની શોભાયાત્રા ની તૈયારીઓ કરવામાં આવી હોવાનું વિશ્વ હિન્દુ પરિષદ પાટણ જિલ્લા અધ્યક્ષ જીતેન્દ્ર ઠાકોર, નગર મંત્રી ભરત જોષી, ઉતર ગુજરાત વિશેષ સંપકૅ પ્રમુખ કે. ડી. મહાજન, મેહુલ ભરવાડ અને મિલન પટેલે પ્રેસ બેઠકમાં ઉપસ્થિત ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો ને જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણનાં સાગર ઉપાશ્રયે ખાતે પ.પૂ.આ.શ્રી આનંદ સાગર સૂરીશ્વરજી મ.સા.નો ૧૫૦ મો જન્મદિવસ ઉજવાયો..

પાટણ તા. ૪દક્ષિણ કેસરી ૫.પૂ.આ.શ્રી સ્થૂલભદ્ર સૂરીશ્વરજી મ.સા.ના તપસ્વી...

જૈન ધર્મના મહાપર્વ પવૉ ધીરાજ પર્યુષણ નું મિચ્છામી દુકડડમ સાથે સમાપન કરાયું..

પાટણ તા. ૭જૈન ધર્મનાં મહાપર્વ ગણાતાં પર્વાધીરાજ પર્યુષણની શનિવારે...

પ્રદેશ બક્ષીપંચ મોરચા દ્વારા જિલ્લા અને મહાનગરોમાં મુખ્યમંત્રીના જન્મ દિવસની ઉજવણી કરાઈ…

પાટણ તા.15ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શનિવારે 61માં જન્મ...

પાટણના ખોડીયારપુરા પ્રાથમિક શાળામાં ૭૭મા સ્વાતંત્ર્ય દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.

જેમાં શાળા પરિવાર, શાળાના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીઓના વાલીઓ અને SMC...