નેશનલ યુવા .કો . ઓપરેટીવ સોસાયટી લિ. ન્યુ દિલ્હી સંચાલિત જનનિધિ દશાબ્દી વર્ષ નિમિતે સભાસદો નો સ્નેહમિલન કાર્યક્રમ રવિવાર તા-૨૮/૦૫/૨૦૨૩ સવારે૧૦.વાગે યુનિવર્સીટી ના રંગભવન ખાતે પ્રમુખ પાટણ જિલ્લા સહકારી સંઘના શ્રી સુરેશભાઈ સી પટેલ ની અધ્યક્ષતા માં યોજાયો.
સમારંભના મુખ્ય મહેમાન પૂર્વ સદસ્ય રાષ્ટ્રીય મહિલા આયોગ ન્યુ દિલ્હી ના ડો .રાજુલબેન દેસાઈ , સમારંભના મુખ્ય વક્તા ચેરપર્સન એન. વાય . સી એસ ,પ્રદેશ ઉપાધ્યક્ષ બી.જે.પી મહારાષ્ટ્ર ના શ્રી રાજેશજી પાંડે તેમજ અતિથી વિશેષ પ્રમુખ સહકાર ભારતી . પાટણ જિલ્લાના શ્રી હરિભાઈ પટેલ અને વિશાળ ૧૭૦૦ સભા સદો ના પરિવાર જનો તેમજ તમામ વક્તાઓ રાષ્ટ્ર ની સંપતિ સમાન યુવાનો ને રોજગારી પ્રાપ્ત થાય તે માટે લોન આપી સ્વરોજગારી મેળવે તે રીતે કામગીરી કરવા, પાકૃતિક ખેતી ,મિલેટ અનાજ વાપરવા અને કલાઈમેન્ટ ચેન્જ ને પુરક બનવા અને મહિલા અશક્તિકરણ માટે ઓછા વ્યાજે લોન આપવા સંદર્ભ જનનિધિ અહવાહન કરવા જણાવ્યું હતું.
સમારંભમાં સંસ્થાના સ્થાપક પ્રમુખશ્રી હિરેન ભાઈ સ્વાગત પ્રવચન કરી મહેમાનનો પરિચય આપ્યો સંસ્થાના ૧૦ કે તેથી વધુ શેર ધરાવનાર સભાસદો ને સંસ્થાતરફથી સુંદર ભેટ આપવાની જાહેરાત કરી હતી .ભેટ વિતરણ તારીખ ૦૭/૦૬/૨૦૨૩ થી ૦૭/૦૭/૨૦૨૩ સમય સવારે ૧૦ થી સાજે ૫,સુધી માં મેળવી લેવી વળી લોકર ની નવી સુવિધા ત્રણ પ્રકાર નાં લોકર છે. રૂપિયા- ૬૦૦૦/-,૯૦૦૦/-,૧૨૦૦૦/-ના નાના,મધ્યમ,મોટા લોકર ની સુવિધામાત્ર ડીપોઝીટના આધારે કરવા માં આવી છે, તેમજ ગોદરેજના લોકર ની અંદર ,ડાયરી,પેન,કિચન,સેન્સર લાઈટ ની સુવિધા છે.
પૂર્વ પ્રમુખ અને મંત્રીઓનું તેમજ વિશિષ્ઠ પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું , કાર્યેકમ નું સંચાલન સંસ્થાના ડીરેક્ટર ,ડૉ.લીલા બેન સ્વામી અને આભાર વિધિ સંસ્થાનામંત્રી ઈશ્વરભાઈ પરમારે કરીહતી, તેમજ ભરતભાઈ ઠક્કર, વાડીલાલ પટેલ, અશ્વિન ભાઈ પંચાલ, વર્ષાબેન સોની, મૂળશંકરભાઈ વ્યાસ, ભારતી બેન ઠક્કર પૂર્વ ડીરેક્ટર ,જીગ્નેશભાઈ ઠક્કર અને રીકુભાઈ પટેલ જતીનભાઈ પીડારીયા વગેરે ભારે જહેમત ઉઠાવી સમાંરભ ને સફળ બનાવ્યો હતો.
જન નિધિ દ્વારા કોઇપણ સંસ્થા,કોલેજ કે મોહલ્લા સોસાયટી,વગેરે જગ્યાએ વૃક્ષારોપણ કરવું હોય તો તેના માટે ખાડા ખોદવાનું મશીન ફ્રી આપવામાં આવશે,અને તેના માટે આધાર કાર્ડ જમા કરાવી લઈ શકશે તેવી જાહેરાત કરી હતી.કાર્યેકમ ના અંતે દરેક સભાસદને તુલસીના રોપા ઘરે વાવવા માટે આપવામાં આવ્યા હતાં.