પાટણ શહેરમાં સેવાકીય સંસ્થાઓ દ્વારા અનેકવિધ સેવાકીય કામગીરી કરવામાં આવે છે.ત્યારે શ્રીકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ક્રિષ્ના ગ્રુપ પાટણ દ્વારા અનેકવિધ કાર્યો કરવામાં આવે છે ખાસ કરીને કોરોના કાળ માં કરેલી ટિફિન વ્યવસ્થા આજે પણ લોકો યાદ કરે છે તો છેલ્લા થોડા વર્ષો થી પાટણ શહેરમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં આપવા આવતા ઉમેદવારો માટે ક્રિષ્ના ગ્રુપ દ્વારા રહેવા જમવા અને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા સુધીની સેવાકીય કામગીર કરવા માં આવે છે.
ત્યારે આગામી 7મી મેના રોજ ગ્રામ પંચાયત તલાટી ની પરીક્ષા યોજાવાની છે ત્યારે પરિક્ષાને લઈને ક્રિષ્ના ગ્રુપ દ્વારા સર્વ સમાજના ભાઈઓ અને બહેનો માટે ગોપાલક વિદ્યાલય તેમજ દ્વારકેશ છાત્રાલય ખાતે રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમગ્ર આયોજનને લઈને ક્રિષ્ના ગ્રુપના કિરણભાઈ દેસાઈએ જણાવ્યું હતું.કે પાટણમાં સૌપ્રથમવાર ક્રિષ્ના ગ્રુપ દ્વારા સર્વ સમાજના ઉમેદવારો માટે પરીક્ષા દરમિયાન રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.અને આગામી 7મી મેના રોજ પણ ક્રિષ્ના ગ્રુપ દ્વારા આ કામગીરી કરવામાં આવનાર છે તો પાટણમાં પરીક્ષા કેન્દ્ર ધરાવતા ઉમેદવારો એ ક્રિષ્ના ગ્રુપનો સંપર્ક કરવા તેમને અપીલ કરી છે.