પાટણ તા. 11
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના કેમ્પસ માં કાર્યરત વિવિધ વિભાગ માં હાલ પ્રવેશ પ્રક્રિયા નો ધમ ધમાટ ચાલી રહ્યો છે.ત્યારે કેમ્પસ માં આવેલ હોસ્પિટલ મેનેજ મેન્ટ વિભાગ ખાતે પ્રથમ સેમેસ્ટર માં વિદ્યાર્થી ઓને પ્રવેશ આપવા માટે ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. 44 બેઠકો માટે પોસ્ટ ગ્રેજયુએશન પ્રોગ્રામમાં પ્રવેશ પરીક્ષા બાદ મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવશે તેવું હોસ્પિટલ મેનેજ મેન્ટ વિભાગના વડા ડો. કે. કે. પટેલે જણાવ્યું હતું.પાટણ યુનિવર્સિટી કેમ્પસમાં વર્ષ 2009 થી સરકાર અનુદાનીત હૉસ્પિટલ મૅનેજમૅન્ટ વિભાગ કાર્યરત કરવામાં આવ્યો છે.
2009 ની પ્રથમ બૅચ થી માંડી અત્યાર સુધીની 14 બેંચમાં પૉસ્ટ ગ્રેજયુએશન પૉગ્રામ ના વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી ચુકેલા વિદ્યાર્થીઓ ગુજરાત, ભારત સહિત વિદેશના દેશોમાં ઉચ્ચકક્ષા ની હૉસ્પિટલોમાં વહીવટી કામગીરીમાં ફરજ બજાવી રહ્યા છે .ત્યારે 15 મી બેંચ માટે હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગમાં ઍડમીશન માટેની પ્રક્રિયા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.પ્રથમ સેમેસ્ટર માં કુલ 44 બેઠકો માટે મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવશે.
પૉસ્ટ ગ્રેજયુઍશન પ્રોગ્રામ માટે આગામી તા.9 જુલાઈ રવિવારના રોજ પાટણ અને ગાંધીનગર એમ બે પરીક્ષા કેન્દ્રૉ પર વિદ્યાર્થી ઓની ઓએમઆર પદ્ધતિથી લેખીત 100 ગુણની પ્રવેશ પરીક્ષા યોજાશે. ત્યારબાદ 15 જુલાઈ ના રોજ મેરીટ લીસ્ટ બહાર પડયા બાદ તા.20 જુલાઈના રોજ એડમીશન કાઉન્સેલીંગની કામગીરી શરુ કરવામાં આવશે. હૉસ્પિટલ મેનેજમેન્ટ વિભાગમાં મેડીકલ અને પેરામેડીકલ બી ગ્રુપને લગતા તમામ અન્ડર ગ્રેજયુએટ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે માન્ય ગણવામાં આવશે તેમ હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ ના વડા ડૉ.કે.કે.પટેલે જણાવ્યું છે.
આમ પાટણ હૉસ્પિટલ મૅનેજમૅન્ટ વિભાગ ખાતે પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયાનો છેલ્લા 15 દિવસથી પ્રારંભ કરવા માં આવ્યો છે અને અત્યાર સુધી માં 37 થી વધુ વિદ્યાર્થીઓંએ ઓનલાઈન પ્રવેશ માટે અરજી કરી હોવાનું તેઓએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી