fbpx

પાટણના સિદ્ધપુર અને સમી પંથકમાં કેન્સર ગ્રસ્ત બે ગાયોને નવજીવન બક્ષતી 1962 એમ્બ્યુલન્સની સેવા..

Date:

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વર્ષ દરમિયાન 56738 અબોલ જીવોની સારવાર કરવામાં આવી.

પાટણ તા. 1
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં અબોલ જીવો માટે રાજ્ય સરકાર દ્વારા કાર્યરત બનાવાયેલી 1962 એમ્બ્યુલન્સ વાન અબોલ જીવો માટે આશીર્વાદરૂપ બની રહી છે ત્યારે પાટણના સિદ્ધપુર અને સમી પંથકમાં બે કેન્સર ગ્રસ્ત ગાયો ના જીવ જોખમમાં મુકાયા હતા ત્યારે આ બાબતે અબોલ જીવોની નિશુલ્ક સેવા માટે રાજ્ય સરકાર દ્વારા કાર્યરત કરાયેલ 1962 એમ્બ્યુલન્સ ને કેન્સર ગ્રસ્ત ગાયોના માલિક દ્વારા જાણ કરવામાં આવતા ધીમે ઘટના સ્થળે પહોંચી વેટનરી ડોક્ટરની ટીમ દ્વારા સફળ ઓપરેશન કરી બંને ગાયોના જીવ બચાવી નવજીવન બક્ષતા પશુપાલકે 1962 એમ્બ્યુલન્સ સ્ટાફનો તેમજ ડોક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા પાટણ જિલ્લામાં કાર્યરત બનાવાયેલ 1962 એમ્બ્યુલન્સ ની અબોલ જીવોની આરોગ્ય સેવા દરમિયાન ગત વર્ષ એપ્રિલ 2022 થી અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 10 ગામ દીઠ ફરતા પશું દવાખાના દ્વારા 56738 પશુઓની સારવાર કરવામા આવી હોવાનું અને તેમાંથી 3834 ઇમરજન્સી ઈજાગ્રસ્ત પશુઓને સારવાર આપવામાં આવી હોવાનું 1962 એમ્બ્યુલન્સ ના પ્રોગ્રામ મેનેજર ડો. મયંક પટેલ અને પ્રોજેક્ટ કોર્ડી
નેટર અરવિંદ જોશીએ જણાવ્યુ હતુ.

જિલ્લામાં વર્ષ દરમિયાન વિવિધ ગામ અને હરતા ફરતા 56 હજાર પશુઓની 1962 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર કરી બોલ જીવોને દર્દમાંથી મુક્ત કર્યા હોય પાટણ શહેર સહી સમગ્ર જિલ્લામાં 1962 એમ્બ્યુલન્સ ની સેવા અબોલ જીઓ માટે આશીર્વાદરૂપ બની છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ અને શંખેશ્વરમાં થોડા દિવસોના વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ..

મેઘરાજાની પધરામણીને લઈને ખેડૂતોના મુરજાતા મોલને જીવતદાન મળવાની આશા...