google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

રાધનપુર હાઇવે માર્ગ પર નાસ્તાની લારી ઉપર જૂથ અથડામણ સર્જાતા પાંચ ધવાયા..

Date:

લાકડી અને પાઇપો વચ્ચે સર્જાયેલી જૂથઅથડામણ ને લઇ હાઇવે વિસ્તારમાં સનસનાટી મચી.

બનાવના પગલે પોલીસે ઘટના સ્થળે દોડી આવી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી..

પાટણ તા. 7
રાધનપુર શહેરના હાઈવે વિસ્તારમાં આવેલ લાટી બજારના નાકે રાત્રે ઉભી રહેતી એસ કે તવા ફ્રાય નાસ્તાની લારી ઉપર મંગળવારે મોડી રાત્રે મારા મારી ની ધટના સજૉતા 5 લોકો ઈજાગ્રસ્ત બનતા તમામ ઇજાગ્રસ્તોને 108 દ્વારા રાધનપુર હોસ્પિટલ ખાતે અને ત્યારબાદ વધુ સારવાર છે પાટણ અને મહેસાણા ખસેડવામાં આવ્યા છે. તો બનાવના પગલે રાધનપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનાની મળતી હકીકત મુજબ રાધનપુર શહેરના હાઇવે માર્ગ પર આવેલ લાટી બજાર પાસે રાત્રિના સુમારે એસ.કે તવા ફ્રાય નાસ્તાની લારી ઉપર મંગળવાર ની રાત્રે રાધનપુર તાલુકાના સુરકા ગામના સરપંચ ભાનુ ભાઈ અમરતભાઈ ઠાકોર, કાનજીભાઈ રાયચંદભાઈ ઠાકોર, મુકેશભાઈ પ્રતાપભાઈ ઠાકોર ત્રણેય જણા નાસ્તો કરવા ગયા હતા ત્યારે કોઈ કારણસર એસ કે તવા ફ્રાય નાસ્તાં ની લારીવાળા મામદભાઈ સલીમભાઈ અને તેના દીકરા નેહલભાઈ સલીમભાઈ રહે.રાધનપુર વાળા સાથે કોઈ કારણસર બોલાચાલી થતા મામલો બીચકાયો હતો અને જોત જોતામાં લાકડીઓ અને લોખંડની પાઇપો વડે જૂથ અથડામણ સર્જાતા પાંચ જેટલા લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. બનાવ ના પગલે રાધનપુર હાઇવે માર્ગ પર અફડા તફરી મચી જવા પામી હતી.

તો બનાવની જાણ રાધનપુર પોલીસને થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને 108 દ્વારા સારવાર માટે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર અર્થે પાટણ અને મહેસાણા રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

રાધનપુર હાઇવે વિસ્તારમાં નાસ્તાની લારી ઉપર મંગળવારની રાત્રે બનેલી જૂથ અથડામણની ઘટના ને પગલે પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ચુસ્તપોલીસ બંદોબસ્ત તૈનાત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

યુનિવર્સિટી ખાતે એક દિવસીય જ્યોતિષશાસ્ત્ર સેમિનાર યોજાયો..

જ્યોતિષશાસ્ત્ર ના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓને પદવી...

પાટણ પ્રજાપતિ સમાજઢોલકાવાળા ઘોરખોદિયા પરિવાર દ્વારા બ્રહ્માણી માતાજી નો હવન કરાયો..

પાટણ તા. 26 પાટણ પ્રજાપતિ સમાજના ઢોલકાવાળા ધોરખોદીયા પરિવાર...