પાટણ તા. 7
પાટણ જિલ્લાના વેપારી મથક ચાણસ્મા ખાતે હાઇવે પર આવેલું સર્કલ મોટી માત્રા મા હોઇ અવાર નવાર આ સર્કલ ના કારણે નાના મોટા અકસ્માત સજૉતા હોય છે ત્યારે આ વિશાળ સકૅલ ને નાનુ કરવા અવાર નવાર ચાણસ્મા ના પ્રબુદ્ધ નગરજનો દ્વારા રજૂઆત કરવા છતાં જવાબદાર તંત્ર દ્વારા સર્કલ નાનું બનાવવાની કામ ગીરી હાથ નહીં ધરાતા ચાણસ્મા હાઇવે પરના મોટા સર્કલ દ્વારા કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર દ્વારા સર્કલને નાનું કરવાની કામગીરી હાથ ધરાય તેવી માગ પ્રબળ બનવા પામી છે.
પાટણ જિલ્લા ના તાલુકા મથક ચાણસ્મા ખાતે તાલુકા ના આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર ના લોકો દિવસ દરમ્યાન પોતાના ખાનગી વાહનો મારફતે ખરીદી કરવા અથવા સરકારી કામકાજ માટે આવતા હોય છે ત્યારે મહેસાણા થી કંડલા પોર્ટ ને પણ જોડતો આ માર્ગ મહત્વ નો હોઈ ભારે વાહનો તેમજ મોટા મોટા કન્ટેનરો પણ આ સર્કલ પરથી પસાર થતા હોય છે ત્યારે આ સર્કલ ની સાઈઝ મોટી માત્રા મા હોઈ અકસ્માત ની પુરેપુરી સંભાવનાઓ સેવાઈ રહી છે.
ત્યારે આ સર્કલ નાનું કરવા અવાર નવાર ઉગ્ર રજૂઆત કરવા છતાં જવાબદાર તંત્રને આ સર્કલ નાનું કરવામાં કયો ગ્રહ નડે છે તે ખબર નથી પડતી કે પછી શુ તંત્ર દ્વારા કોઈ મોટા અકસ્માત ની રાહ જોવાઈ રહી છે તેવું ચાણસ્મા ના પ્રબુદ્ધ નગરજનોમાં ચર્ચાતું સાંભળવા મળી રહ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી