google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

શ્રીમંત ફતેહસિંહરાવ લાઇબ્રેરી પરિવાર દ્વારા “બ્યુટીપાર્લર”ના વર્ગો નો શુભારંભ કરાયો..

Date:

પાલિકા પ્રમુખ સહિત ના મહાનુભાવો એ લાઈબ્રેરી ની લોક ઉપયોગી પ્રવૃતિઓને સરાહનીય લેખાવી..

પાટણ તા. 3 પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ લાઇબ્રેરી દ્વારા પાટણનાં યુવાનો અને યુવતીઓને રોજગારલક્ષી, શૈક્ષણિક વગેરે કાર્યક્રમો દ્વારા રોજગારી મેળવી આત્મનિર્ભર બને તે હેતુસર વિવિધ વર્ગોનું આયોજન કરવામાં આવે છે. યુવાનો આત્મનિર્ભર બને તે હેતુથી મહેંદી કલાસ, આર્ટકલાસ, એસી રીપેરીંગ, કોમ્પ્યુટર કલાસ, રીડીંગ લાઇબ્રેરી વગેરે દ્વારા રોજગારી આપવાના કાર્યક્રમો સરસ રીતે ચાલી રહયા છે. તા. 2 ઓકટોબર ગાંધીજયંતિનાં દિવસે પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમાર સહિત ના મહાનુભાવો ની ઉપસ્થિત મા 40 જેટલી બહેનોને બ્યુટીપાર્લર શીખવાડવાના કોર્ષનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત પાલિકા પ્રમુખ હિરલબેને જણાવ્યું હતું કે અત્યારે 33 ટકા મહિલાઓને રોજગારીમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

તેનો મારા જેવાને પણ લાભ મળ્યો છે તમે પણ આ કોર્ષ કરી તમારા ક્ષેત્રમાં સફળ થાઓ તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. દાતા ડો.પ્રતિકભાઇશાસ્ત્રીએ બહેનોને લાઇબ્રેરીનાં આ આયોજનને બીરદાવી કલાસમાં લાઇબ્રેરીનો જે ધ્યેય છે તેને સફળ બનાવવા બહેનો ખુબ મહેનત કરી તૈયાર થાય તેવું સૂચન કર્યું હતું. આ પ્રસંગે શ્રીમતી રમીલાબેન રાવલ તથા શ્રીમતી જયોત્સનાબેન દવે દ્વારા બહેનોને આત્મનિર્ભર, નીડર, સાહસિક બની કુટુંબ સાથે ખભેખભા મીલાવીને ઉભા રહી શકે તેવા મજબુત બનવા આહ્વાન કર્યું હતું. ટ્રેનર નીકીતાબેન લીંબાચીયા દ્વારા સમગ્ર કોર્ષની માહિતી આપવામાં આવી હતી અને બહેનોને નિયમિતપણે કલાસમાં આવવા જણાવ્યુ હતું. પાટણ નગરની 40 જેટલી બહેનો તેમના પરીવારજનો તથા કારોબારી સભ્યો ઉપસ્થિત રહયા હતા.સૌનો લાઈબ્રેરી પ્રમુખ ડો. શૈલેશ સોમપુરા સહિત પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સીટી બી ડીવીઝન પો.સ્ટે.ના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી SOG ટીમ..

પાટણ તા. 1પાટણ બી ડિવિઝન પોલીસ મથકે નોધાયેલી ફરિયાદ...

ચાણસ્મા ના ગોગા મહારાજના ભુવાજી નો વરતારો આગામી ચોમાસુ સોળ આની નું રહેશે..

ચાણસ્મા ના ગોગા મહારાજના ભુવાજી નો વરતારો આગામી ચોમાસુ સોળ આની નું રહેશે.. ~ #369News

શિક્ષક દિન નિમિત્તે પાટણ શહેર, તાલુકા અને જિલ્લા સહિત રાજય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા..

જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને યુનિવર્સિટી કન્વેન્શન હોલ...

વડાપ્રધાનના “એક પેડ મા કે નામ’ અભિયાનમાં સહભાગી થતા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત…

મંત્રીએ માતા,ધરતી માતા, ભારત માતા,ગૌમાતા અને નદી માતાને સમર્પિત...