પાટણ તા. ૧૬
પાટણના વારાહી ખાતે રામગીરી બાપુના નેતૃત્વમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો એ રવિવારે ભીડ ભંજન ગૌશાળા ના દર્શન સાથે કાર્યકર્તા પ્રીતિ ભોજન નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંતની પ્રવાસીય યોજના અનુસાર ઉત્તર ગુજરાત પ્રાંત સહમંત્રી કમલેશભાઈ સુતરીયા નો બે દિવસીય પ્રવાસ રાધનપુર વિસ્તારમાં હોઇ તેના અનુસંધાને વારાહી ભીડ ભંજન ગૌશાળા ખાતે આશ્રય લઈ રહેલ
5000 ઉપરાંત ગૌવંશ ના દર્શન નું અવધેશ આશ્રમ ખોરસમના પૂજ્ય રામગીરી બાપુ, વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંત સહમંત્રી કમલેશભાઈ સુતરીયા, ધર્માંચાર્ય સંપર્ક વિભાગ પ્રાંત ટોલી સદસ્ય નીતિન ભાઈ વ્યાસ, મહેસાણા વિભાગ ધર્માચાર્ય સંપર્ક સંયોજક ધીરજભાઈ ચૌધરી, રાધનપુર જીલ્લા મંત્રી કાંતિજી ઠાકોર, વિશેષ વ્યક્તિ મહાદેવભાઇ દેસાઈ, મનુભાઈ નાયક સહિત નાઓએ ગૌશાળાની કાર્ય પદ્ધતિ જોઈને પ્રભાવિત થયા હતા.તેમજ ગૌશાળા ના નરપતસિંહ તેમજ જય ભાઈ ની કાર્ય પદ્ધતિને બિરદાવી હતી.
આ પ્રસંગે વારાહી ના અગ્રગણ્ય સામાજિક આગેવાન અરવિંદભાઈ ગોકલાણીના પુત્ર વધૂ ચિ.આરવી ના સીમંત સંસ્કાર પ્રસંગે સંત રામગીરી બાપુ, પાટણ સાંસદ ભરતસિંહજી ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ બેન ઠાકોર, ધારાસભ્ય લવિંગજી, ફરશુભાઈ ગોકલાણી, વિદ્વાન વકીલ દિનેશભાઈ, પરિષદના કમલેશ ભાઈ સુતરીયા, નીતિનભાઈ વ્યાસ,લક્ષમણ ભાઈ આહીર, કાંતિજી ઠાકોર,નરેન્દ્ર સિંહ પરમાર,મેહુરભાઈ આહીર, રતીભાઈ સુથાર સહિત વિવિધ સમાજના વડીલો અને સૌ સ્નેહીજનોએ ઉપસ્થિત રહી શુભાશિષ પાઠવ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી