ડાયરા માં રોટલીયા હનુમાન ભકતો દ્ધારા નોટોનો વરસાદ વરસાવ્યો..
ડાયરો માણવા લોકો રોટલા,રોટલી લઈને આવતાં 50 હજાર થી વધુ રોટલા રોટલી એકત્ર કરાઈ…
ડાયરા માં આવેલ રોટલો કે રોટલી ના પ્રસાદ ને શહેર ના અબોલ પશુઓ અને શ્વાન ને ખવરાવવામાં આવશે.
પાટણ તા. 17
પાટણ શહેરના રોટલીયા હનુમાન દાદાનું ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ પાટોત્સવ નિમિતે કલાકાર કીર્તિદાન ગઢવી ના ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રવેશ માટે કોઈ ટિકિટ નહિ પણ ડાયરો જોવા માટે ઘરે થી રોટલો રોટલી લઈને આવ્યા હતા.કોઈ ના લાવ્યું હોય તો પણ ત્યાં પૈસા આપી રોટલી લઈ પ્રવેશ આપવામાં આવ્યો હતો.
ડાયરા માં કીર્તિદાન ગઢવીએ રંગત જમાવતા રોટલીયા હનુમાન ભકતો એ નોટોનો વરસાદ વરસાવ્યો હતો.પાટણ હાંસાપુર મલ્હાર લિંક રોડ ઉપર આવેલુ રોટલીયા હનુમાન મંદિર એ સમગ્ર વિશ્વમાં એકમાત્ર એવું હનુમાન દાદાનુ મંદિર છે કે જ્યાં માત્ર રોટલા તેમજ રોટલીનો પ્રસાદ ચડે છે.ત્યારે રવિવારે આવા રોટલીયા હનુમાન દાદાના મંદિર ના પ્રથમ પાટોત્સવ નિમિતે કીર્તિદાન ગઢવી નો ભવ્ય લોકડાયરો યોજાયો હતો.જોકે તમે કોઈ ડાયરા માં પ્રવેશ માટે ટિકિટ કે પાસ ની વ્યવસ્થા કરવાં માં આવે છે પરંતુ આ ડાયરો જોવા માટે લોકો ઘરે થી રોટલા કે રોટલી લઈને આવ્યા હતા.
કીર્તિદાન ગઢવીએ ડાયરા માં રમઝટ બોલાવતા રોટલીયા હનુમાન ના ભક્તોએ ચલણી નોટો નો વરસાદ વરસાવ્યો હતો.આ ડાયરા માં આવેલ રોટલા રોટલી ના પ્રસાદ ને શહેર ના અબોલ પશુઓ અને શ્વાનને ખવરાવવામાં આવશે.આમ લોક ડાયરા માં 21લાખ થી વધુ ની ધોર કરવા માં આવી હતી.50 હજાર થી વધુ રોટલા રોટલી લોકો લઈને આવ્યા હતા અને રોટલીયા હનુમાન ના પ્રથમ વાષિર્ક પાટોત્સવ ની યાદગાર ઉજવણી કરી હતી.