ભાડુઆત દ્રારા બિલ્ડર સહિત તેના સાગરીતો સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવા લેખિત અરજી આપતાં તપાસ હાથ ધરવામાં આવી..
પાટણ તા.8
પાટણ શહેરમાં રેલવે ના પ્રથમ ગરનાળા પાસે આવેલી મીટર હાઉસ સામે છેલ્લા 48 વર્ષથી ભાડાપટ્ટે લીધેલી દુકાનને જગ્યા વેચાણ થી રાખનાર બિલ્ડર અને તેના સાગરીતો દ્રારા મંગળવારે મોડી રાત્રે બુલડોઝર ફેરવી તોડી પડાતા અને દુકાન ભાડુઆત અને તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બનવા પામી છે તો આ મામલે દુકાન ભાડુઆત દ્રારા પાટણ બી ડિવિઝન પોલીસ સહિત જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા અને મામલતદાર કચેરી મા લેખિત રજૂઆત કરી યોગ્ય કાયૅવાહી કરવાની માગ કરી છે.
તો આ મામલે અરજી ના આધારે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર બનાવની મળતી માહિતી મુજબ
પાટણ શહેરના પ્રથમ રેલવે ગરનાળા પાસે આવેલા મીટર હાઉસ સામે બિલ્ડીંગ બનાવવા માટે બિલ્ડર દ્રારા લેવામાં આવેલી જગ્યામાં છેલ્લા 48 વર્ષથી ભાડાપટ્ટે લીધેલ દુકાનમાં ભાટીયા શૈલેષ ભાઈ સોમાભાઈતેમજ તેમના પિતા બંને કરિયાણાની દુકાન ચલાવે છે.
જે દુકાન ખાલી કરવા બિલ્ડર દ્રારા શૈલેષ ભાટિયા ને અવાર નવાર ધાક ધમકી આપવા માં આવતી હતી ત્યારે ભાડુઆત દ્રારા દુકાન ખાલી ન કરતા બિલ્ડર દ્રારા પોતાના સાગરીતો સાથે મંગળવારે મોડી રાત્રે જેસીબી મશીન ટ્રેક્ટર ના કાફલા સાથે આવી દુકાન ભાડુઆત ની જાણ બહાર તોડી પાડતા અને આ બાબતે દુકાન ભાડું આત શૈલેષ ભાટિયા અને તેના પિતા ને થતાં તેઓ અડધી રાતે ધટના સ્થળે દોડી આવતા બિલ્ડર સહિત તેના સાગરિતો જેસીબી મશીન અને ટ્રેક્ટરો લઈને નાશી છુટયા હતા અને જતાં જતાં જેસીબી દ્રારા શૈલેષ ભાટિયા ના પિતા સોમલાલને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ શૈલેષ ભાટિયા દ્રારા કરવામાં આવ્યા છે.
આ બાબતે દુકાન ભાડુઆત શૈલેષ ભાટિયા એ જણાવ્યુ હતુ.કે આ મામલે કલેક્ટરમાં સ્વાગત ફરિયાદમાં કેસ ચાલી રહ્યો છે.જેમાં કોઈ નિરાકરણ આવે તે પહેલા મંગળવારે રાત્રે બે વાગ્યાના અરસામાં બિલ્ડર ઠક્કર હર્ષદ ચીમનલાલનાં લોકો ત્રણ ખાનગી કાર અને બે જીસીબી અને ત્રણ ટ્રેકટર મારફતે અંદાજિત 7 થી 8 લાખનો માલ સામાન ભરેલી દુકાન તોડી પાડવામાં આવી હોવાનું તેઓએ જણાવી આ બાબતે તેઓ દ્રારા જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા, મામલતદાર અને બી ડિવિઝન પોલીસ મા લેખિત અરજી આપી ન્યાય માટે માગ કરી છે. તો. સમગ્ર ધટના મામલે બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ ના ચક્રોગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી