fbpx

દેશના શહિદો અને ભારત ગૌરવ માટે 17500 કિલો મીટર ની યાત્રા કરનાર હરિયાણા ના મદન મોહન કૌશિક ની રોટલીયા હનુમાને રોટલા તુલા કરાઈ..

Date:

રોટલીયા હનુમાન મંદિર સમિતિ અને પાટણ શહેરના મહાનુભાવો દ્વારા અંગ્રેજી શિક્ષક મદન મોહન કૌશિકનું સન્માન કરાયું..

પાટણ તા. 28
વિશ્વના એકમાત્ર ગુજરાતના પાટણ શહેરમાં આવેલા રોટલિયા હનુમાન મંદિર પરિસર ખાતે બુધવારના રોજ દેશના શહિદો અને ભારતના ગૌરવ માટે 17500 કિલોમીટરનો પ્રવાસ કરીને આવેલા હરિયાણાના મહેન્દ્રગઢ ના અંગ્રેજી શિક્ષક મદન મોહન કૌશિકનું રોટલીયા હનુમાન મંદિર સમિતિ અને પાટણ શહેરના મહાનુભાવો દ્વારા ભવ્ય સન્માન કરી તેઓને રોટલીઓથી તોલવામાં આવ્યા હતા.આ પ્રસંગે પાટણના વરિષ્ઠ નાગરિકોએ સહિત નાઓએ તેમનું ફુલહારથી સ્વાગત કરી તેઓના વરદ હસ્તે રોટલીયા હનુમાન ની પૂજા અર્ચના કરવામાં આવી હતી.

આ પ્રસંગે રોટલીયા હનુમાન મંદિર વિશે મંદિર નિમૉણ ના સહભાગી એવા સ્નેહલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે પાટણમાં આવેલા આ મંદિરની ખાસ વાત એ છે કે આ મંદિરમાં કોઈ પૈસા કે પ્રસાદ ચઢાવવામાં આવતો નથી, પરંતુ મંદિર પરિસરમાં દરરોજ લોટની રોટલી બનાવવામાં આવે છે અને તે કૂતરા અને ગાયોને ખવડાવવામાં આવે છે.

વિશ્વનું આ પહેલું મંદિર છે જ્યાં ફક્ત રોટલો કે રોટલીજ પ્રસાદ તરીકે ચઢાવવામાં આવે છે અને આસપાસના વિસ્તારના ભક્તો પણ પોતાના ઘરેથી રોટલી બનાવીને અહીં પ્રસાદ તરીકે ચઢાવે છે.જે માહિતી સાભળી મોહન કૌશિક અભિભૂત બન્યા હતા અને તેઓએ રોટલીયા હનુમાન ના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

અને તેઓએ પણ મંદિરના સ્થાપક સ્નેહલ પટેલ, રાકેશભાઈ પટેલ, હરેશ ભાઈ પટેલ,નિલેશ શ્રીમાળી સહિત ઉપસ્થિત પાટણ શહેરના મહાનુભા વોને તેમના શહીદ સન્માન અને ભારત ગૌરવ યાત્રા વિશે જણાવ્યું હતું અને શહીદોના જીવનમાંથી પ્રેરણા લેવા અપીલ કરી હતી.તેમણે દેશની એકતા અને અખંડિતતામાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને પણ આ તબક્કે યાદ કર્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

અજીમણા પ્રાથમિક શાળા ખાતે 78 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી..

શાળા ખાતે ધ્વજ વંદન બાદ દેશભક્તિ ના કાર્યક્રમ યોજાયા.. પાટણ...

ચારણકા સોલાર કંપનીઓ નો જમીન મહેસુલનો બાકી રૂ. 67.00 લાખ ના વેરાની વસુલાત કરતું તંત્ર.

જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિનાં માર્ગદર્શન હેઠળ GPCL દ્વારા જમીન...

પાટણ જાગૃત મહિલા સમુદાય દ્વારા સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા ન આપવા આવેદનપત્ર અપાયું..

પાટણ જાગૃત મહિલા સમુદાય દ્વારા સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા ન આપવા આવેદનપત્ર અપાયું.. ~ #369News