fbpx

13 વર્ષની સગીરાના બાળલગ્ન કરાવવા મુદ્દે 3 સામે બાળ લગ્ન પ્રતિબંધ કાયદા હેઠળ ગુનો નોંધાયો…

Date:

પાટણ તા. ૨૯
પાટણ જિલ્લાના સાંતલપુર પંથકમાં મંગળવારે 13 વર્ષની સગીરાના બાળ લગ્ન કરાવવા મામલે સગીરાની માતા, સાસુ અને લગ્ન કરનાર પતિ સામે બાળલગ્ન પ્રતિબંધક ધારાની કલમ મુજબ ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી માહિતી મુજબ સાંતલપુર તાલુકામાં મંગળવારે 13 વર્ષની સગીર વયની કન્યાના લગ્ન કરવામાં આવતા હોવાની જાણ જાગૃત નાગરિક દ્વારા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સમાજ સુરક્ષા વિભાગ ને કરવામાં આવતા અધિકારી સહિત ની ટીમ ધટના સ્થળે પહોંચી હતી પરંતુ ટીમ પહોચે તે પહેલાં જ બાળ લગ્ન યોજાઈ ગયા હતા.

ત્યારે આ બાળ લગ્ન મામલે ટીમે તપાસ હાથ ધરતા લગ્નમાં કન્યાની ઉંમર 13 વર્ષની સગીર જણાતા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સુરેશ વાગદોડા સહ સમાજ સુરક્ષા અધિકારીએ સગીરાની માતા રાઠોડ સંતોક બેન તેમજ લગ્ન કરનાર પતિ પરમાર જયેશભાઇ તેમજ સગીરાની સાસુ પરમાર જમનાબેન એમ ત્રણ સામે સાંતલપુર પોલીસ મથકમાં બાળ લગ્ન પ્રતિબંધ કાયદા હેઠળ ગુનો દાખલ કરાવતા પોલીસે બાળલગ્ન પ્રતિબંધક ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ નગરપાલિકાની વીજ બિલ પેટે બાકીની રકમ પૈકી રૂ.58 લાખનો ચેક જમા કરાવ્યો..

કોરોના સમયે વીજબીલ પેટેની ચડેલી રૂ. 3.50 કરોડની રકમને...

પાટણ સાંસદ દ્રારા નૂતનવર્ષ સ્નેહમિલન સમારંભ યોજાયો..

મોટી સંખ્યામાં રાજકીય,સામાજિક આગેવાનો એ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી.. પાટણ...

પાટણમાં ભગવાન શ્રી જગન્નાથજીની ૧૪૨ મી રથયાત્રાને લઇ તડામાર તૈયારીઓ હાથ ધરાઈ…

ટ્રસ્ટી મંડળ સહિત જગન્નાથ ભક્તો દ્વારા રથયાત્રા નિમિત્તે ફાળો...