google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી નો ખેલાડી ફેન્સીંગ વર્લ્ડ યુનિવર્સિટીની પસંદગી ટ્રાયલમાં પ્રથમ આવ્યો..

Date:

ચીન ખાતે યોજાનાર વર્લ્ડ યુનિવર્સિટીની ગેમ્સમાં યુનિવર્સિટીનો આ ખેલાડી રમવા જશે…

પાટણ તા. 9
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ખેલાડી અજયસિંહ ચુડાસમા એ ગુરુ નાનક દેવ યુનિવર્સિટી ખાતે તાજેતર માં આયોજિત ફેન્સિંગ (Fencing) વર્લ્ડ યુનિવર્સિટી પસંદગી ટ્રાયલ માં પ્રથમ સ્થાન મેળવી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સહિત સમગ્ર ઉત્તર ગુજરાત અને ગુજરાત સાથે ભારતીય ખેલાડીઓને ગૌરવ અપાવ્યું છે.વર્લ્ડ યુનિવર્સિટીની પસંદગી ટ્રાયલમાં પ્રથમ આવનાર અજય સિંહ ચુડાસમા આગામી ચીનમાં યોજાનાર વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માટે રમવા જશે જે પાટણ યુનિવર્સિટી નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને ભારત દેશ ના ખેલાડીઓ માટે ગૌરવ ગણી શકાય.વર્લ્ડ યુનિવર્સિટી ની પસંદગી ટ્રાયલમાં પ્રથમ આવી પસંદગી પામેલા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના ખેલાડી અજયસિંહ ચુડાસમા ને યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ, રજીસ્ટાર સહિત સમગ્ર યુનિવર્સિટી પરિવારે ખુબ ખુબ અભિનંદન પાઠવી આગામી તારીખ 28 જુલાઈ થી તારીખ 8 ઓગસ્ટ સુધી ચીન ખાતે આયોજિત વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં પણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીસહિત સમગ્ર ભારત ભરના ખેલાડીઓને ગૌરવ અપાવે તેવી અભિલાષા વ્યક્ત કરવામાં આવી છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન કરાયું..

વિકસિત ભારત @2047 ની જન કલ્યાણકારી યોજનાઓ અને અભિયાનો...

દિયોદર થી ત્રણ ટ્રેક્ટર અને 500 ખેડૂતો સાથે નીકળેલ ન્યાય યાત્રા નું પાટણમાં આગમન..

ખેડૂતને થપ્પડ મારવાના મામલે ધારાસભ્યનું સરકાર દ્વારા રાજીનામું નહીં...