fbpx

વદાણી હાઇવે માર્ગ ક્રોસકરી રહેલા માસુમ ને ertiga ગાડી ના ચાલકે ટક્કર મારતા ઘટના સ્થળે માસુમ નું મોત નીપજ્યું..

Date:

અકસ્માત સર્જીને ગાડી ચાલક પોતાની ગાડી ઘટના સ્થળે મૂકી ભાગી છૂટ્યો..

સેવાભાવી ભરતભાઇ દેસાઇ બોરસણ અને તેમના મિત્ર પ્રાથ ત્રિવેદી

વાગડોદ પોલીસે લાશ નું પંચનામુ કરી પીએમ અર્થે ખસેડી આગળની તજવીજ હાથ ધરી. .

પાટણ તા. 8
પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પરથી પુર ઝડપે અને ગફલત ભરી રીતે વાહનો હંકારતા ચાલકો દ્વારા અવાર નવાર નાના મોટા માર્ગ અકસ્માત ના બનાવો સર્જીને નિર્દોષ માનવ જિંદગીને મોત ના મુખમાં ધકેલતા હોવાના કિસ્સા બનતા હોય છે.

ત્યારે આવો જ એક માર્ગ અકસ્માતનો બનાવ ગુરુવારની રાત્રે 10:30 કલાકની આસપાસ વદાણી હાઇવે માર્ગ પર પેટ્રોલ પંપ નજીક રોડ ક્રોસ કરી રહેલા અબલુવા ગામના માસૂમને કોઇટા થી પાટણ તરફ પુર ઝડપે આવી રહેલી ertiga ગાડી ના ચાલકે અડફેટમાં લેતા માસુમ બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.તો આ અકસ્માત સર્જીને ertiga ગાડી નો ચાલક પોતા ની ગાડી સ્થળ પર મૂકી ફરાર થયો હતો.

માસૂમ ના પિતા હરસંગજી

બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. અકસ્માત ની જાણ ertiga ગાડી ના માલિકના સંબંધી ઓને થતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી વાગડોદ પોલીસમાં હાજર થઈ અકસ્માત સર્જનાર ચાલક ને પણ વાગડોદ પોલીસ મથકે બોલાવી મૃતક માસુમની લાશ નું પંચનામુ કરી પીએમ અર્થે ખસેડી આગળની તજવીજ વાગડોદ પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

વદાણી હાઇવે પર બનેલા અકસ્માત મા મૃત્યુ પામેલ માસુમ બાળક અબલુવા ગામનો કરણ હરસંગજી ઠાકોર હોવાનું જાણવા મળતા ભરતભાઈ દેસાઈ નામના બોરસણ ખાતે રહેતા સેવાભાવી વ્યક્તિ દ્વારા ફોન કરીને મૃતકના પરિવારજનોને જાણ કરતાં પરિવારજનો પણ વાગડોદ પોલીસ મથકે દોડી આવ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લામાં ભક્તિ સભર માહોલમાં ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ..

પાટણ જિલ્લામાં ભક્તિ સભર માહોલમાં ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ.. ~ #369News

પાટણ નગરપાલિકાની વીજ બિલ પેટે બાકીની રકમ પૈકી રૂ.58 લાખનો ચેક જમા કરાવ્યો..

કોરોના સમયે વીજબીલ પેટેની ચડેલી રૂ. 3.50 કરોડની રકમને...