ખેડૂતને થપ્પડ મારવાના મામલે ધારાસભ્યનું સરકાર દ્વારા રાજીનામું નહીં લેવાય ત્યાં સુધી ખેડૂતો ન્યાયયાત્રા ચાલુ રાખશે..
પાટણ તા. 12 બનાસકાંઠા ના દિયોદરમાં યોજાયેલ અટલ ભુજલ યોજનાના સરકારી કાર્યક્રમમાં ખેડૂત આગેવાન અમરાભાઈ પટેલે ખેડૂતની સમસ્યાને લઈ રજૂઆત કરતાં ધારાસભ્ય કેશાજી ચૌહાણના સમર્થક અરજણભાઈ ઠાકોરે જાહેરમાં થપ્પડ મારતાં મામલો ગરમાયો હતો અને ખેડૂત ને લાફો મારવાની ઘટના ઉગ્ર આંદોલનના સ્વરૂપે છેડાયું છે જેના પડઘા પાટણ જીલ્લાના હાઈવે પર શનિવારે ગુંજી ઊઠયા હતા. બનાસકાંઠા વિસ્તારમાંથી 3 ટ્રેકટર અને 500 ખેડૂતોના કાફલા સાથે નિકળેલ ન્યાયયાત્રા શનિવારે ભૂતિયા વાસણા થી પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના પાટણ શિહોરી હાઈવે પર જય જવાન જય કિસાન ના નારા સાથે પાટણ શહેર માં પ્રવેશી હતી. દિયોદર લાફા કાંડ સામે ખેડૂતોનો મોરચો યથાવત રહ્યો છે ત્યારે શુક્રવારે ધારાસભ્યના રાજીનામાં ની માંગણીને લઈને ખેડૂતો પગપાળા યાત્રા ગાંધીનગર તરફ કૂચ કરી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લા માંથી ખેડૂત યાત્રા પાટણ જિલ્લામાં પ્રવેશી હતી જેમાં દેલિયાથરા,વાયડ,નાયતા, કાંસા ગામથી ભુતિયાવાસણા ગામે રાત્રી રોકાણ કર્યું હતું.અને ત્યાંથી શનિવારે સવારે નીકળી પાટણ શહેર ના સિદ્ધપુર ચાર રસ્તા થઈ ઊંઝા થઈ ગાંધીનગર જવા પ્રસ્થાન થઈ હતી. જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહી મળે ત્યાં સુધી ન્યાય યાત્રા ચાલુ રહેશે તેવું ન્યાયયાત્રા મા જોડાયેલા અમરાભાઈ ખેડૂતે જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી