પાટણ તા. ૯
પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર અને રાજ્ય પોલીસ કેડેટ-પાટણ ના સંયુક્ત ઉપક્રમે તા.9 જૂન રવિવાર ના રોજ એક દિવસીય ડ્રોન ટેક્નોલોજી અને પ્રકાશીય ઉપકરણ પર વર્કશોપ યોજાયો હતો જેમાં 17 શાળાઓના 400 થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો.
નિષ્ણાંત ગાઈડ દ્વારા ઇન્ટરેક્ટિવ મોડેલના માધ્યમથી ડ્રોન ટેક્નોલોજી, તેના વિવિધ પ્રકાર અને તેના ઉપયોગો તથા તેને કઈ રીતે ઓપરેટ કરી શકાય ઉપરાંત પ્રકાશીય ઉપકરણો, તેના સિંદ્ધાંતો, તેની કાર્ય પ્રણાલી અને તેના ઉપયોગો વિશે સહભાગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
વર્કશોપમાં વિદ્યાર્થીઓ ડ્રોન અને વિવિધ પ્રકાશીય ઉપકરણો ને ઓપરેટ કરીને ખુબજ ખુશ થયા હતા.
સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો.સુમિત શાસ્ત્રી એ જણાવ્યું કે સાયન્સ સેન્ટર વૈજ્ઞાનિક જ્ઞાન સાથે વિદ્યાર્થીઓને બાળ વૈજ્ઞાનિક બનવા માટે પ્રોત્સાહિત કરે છે. ત્યારબાદ પાટણ પોલીસ ઇન્સ્પેક્ટર નરેન્દ્ર પટેલે સફળ કાર્યક્રમ આયોજન માટે સાયન્સ સેન્ટર ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી