google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

આવનારા સમયમાં રાષ્ટ્ર વાદની વિચારધારા જ મજબૂત બનશે : સ્વામી નિજાનંદજી..

Date:

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાટણ દ્રારા રાધનપુર , સાંતલપુર તાલુકાનો કર્તવ્ય બોધ કાર્યક્રમ યોજાયો..

પાટણ તા.19
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એ શિક્ષકો નું સમગ્ર ભારતનું સૌથી મોટુ શિક્ષક સંગઠન છે શિક્ષકો ના પ્રશ્નો ને વાચા આપવાની સાથે સાથે અનેક રચનાત્મક કાર્યો સંગઠન દ્વારા દર વર્ષે કરવામાં આવે છે તા.૧૨ જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જયંતિ થી તા.૨૩ જાન્યુઆરી સુભાષ ચંદ્ર બોઝ જયંતિ સુધી ના સમયગાળા માં દેશભર માં દરેક તાલુકા માં કર્તવ્ય બોધ કાર્યક્રમ યોજાતા હોય છે ત્યારે પાટણ જીલ્લા ના રાધનપુર, સાંતલપુર તાલુકાનો સંયુક્ત કાર્યક્રમ રાધનપુર ના જલારામ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ગોતરકાના પૂ.સંત શ્રી નિજાનંદજી સ્વામી એ શિક્ષકો ને રાષ્ટ્ર ભક્તિ યુક્ત સમાજ રચના કરનારા મહત્વપૂર્ણ ભુમિકા ભજવનાર ગણાવી ચાર બોધ ને યાદ રાખી કર્તવ્ય નિભાવવાની પોતાની આગવી શૈલી માં ઓજસ્વી બૌધ્ધિક આપતા જણાવ્યું કે આવનાર સમય માં રાષ્ટ્ર વાદી વિચારધારા જ મજબૂત બનશે અને એના દ્વારા રાષ્ટ્ર મજબૂત બનશે
કાર્યક્રમ માં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના ઉપાધ્યક્ષ મોહનજી પુરોહિતે ઉપસ્થિત રહી સંગઠન દ્વારા કર્તવ્ય બોધ ના કાર્યક્રમો થી શિક્ષક સમાજ માં સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થતી હોય છે પૂ.સંતો તથા વિદ્વાન મહાનુભાવો દ્વારા આપવામાં આવતા પાથેય થી શિક્ષણ અને બાળકો, શાળા અને સમાજ માટે કર્તવ્ય યુક્ત સમજદારી કેળવાતી હોવાથી આગામી સમયમાં સંગઠન ગુજરાત માં પોતાની મજબુતી વધારી ને રાષ્ટ્ર ને પરંમ શિખરે પહોંચડાવામા પોતાની ભુમિકા અવશ્ય ભજવશે.

કર્તવ્ય બોધ કાર્યક્રમ માં સંગઠન ના રાજ્ય અધ્યક્ષ ભીખાભાઈ પટેલ, ઉપાધ્યક્ષ બાબુભાઇ રબારી, આંતરીક ઓડિટર રણછોડજી જાડેજા, મહિલા મંત્રી હેમાંગીબેન પટેલ, માધ્યમિક સંવર્ગ ના રાજ્ય અધ્યક્ષ રમેશભાઈ ચૌધરી તથા જીલ્લા અધ્યક્ષ કલ્પેશભાઈ પટેલ, મહામંત્રી મહાદેવ ભાઈ રબારી, સંગઠન મંત્રી ઉમેદભાઈ પ્રજાપતિ સહિત ૩૨૫ કરતા વધુ શિક્ષક ભાઇ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

અનુસૂચિત જાતિ મોરચા ગુજરાત પ્રદેશ ભાજપની વર્ચ્યુઅલી બેઠક યોજાઈ..

આગામી તા.૧૭ મી એ વડાપ્રધાન ના જન્મ દિવસથી તા.૩૧...