ડાયરાના દેશી કલાકારો દ્વારા ભજનોની રમઝટ બોલાવી ભક્તોને મંત્ર મુગ્ધ બનાવ્યા..
13 માં વાર્ષિક પાટોત્સવ ને લઇ મંદિર પરિસર ખાતે નવચંડી યજ્ઞ, ધ્વજારોહણ મહાપુજા, મહા આરતી જેવા ધાર્મિક ઉત્સવ ઉજવાશે. .
પાટણ તા.14
પાટણ- ઉઝા હાઈવે પર આવેલ પાંચ પીપળ કુવા વાળી શકિત મંદિર પરિસર ખાતે પ. પૂ. મહંત શ્રી શંકરગીરી ગુરૂ શ્રીશ્રી 1008 લક્ષ્મણગીરી કાલીધાટ કલકત્તા વાળા હાવડા બ્રિજ (જુની સરકાર) ના સાનિધ્યમાં મંદિર પરિસર નો 13 મો વાર્ષિક પાટોત્સવ જેઠ વદ અગિયારસ ને તારીખ 14 જુન બુધવાર ના રોજ ઉજવવામાં આવનાર હોય જે મંદિર પરિસર ના વાર્ષિક પાટોત્સવને અનુલક્ષીને તારીખ 13 જુનના રોજ શ્રી શક્તિ મંદિર ખાતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક ડાયરામાં દેશી લોક ડાયરા ના કલાકારો દ્વારા મોડી રાત સુધી ભજનોની રમઝટ બોલાવી ઉપસ્થિત ભક્તોને મંત્રમુગ્ધ બનાવ્યા હતા.
કલાકારોને પ્રોત્સાહિત કરવા પરમ પૂજ્ય શંકરગીરીજી ગુરુ શ્રી શ્રી 1008 પરમ પૂજ્ય લક્ષ્મણગીરી સહિત ના સેવક ગણે કલાકારો ના માથે નોટો નો વરસાદ વરસાવ્યો હતો.તો મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ને અનુલક્ષીને તા. 14 જુન બુધવારે માતાજી ના સાનિધ્યમાં નવચંડી યજ્ઞ, ધ્વજા રોહણ, મહાપુજા, મહા આરતી સહિત ના ધામિર્ક ઉત્સવો ઉજવવામાં આવશે.
પાંચ પીપળ કુવા વાળી શક્તિ મંદિર પરિસર ખાતે 13 મા વાષિર્ક પાટોત્સવ નિમિત્તે આયોજિત કરાયેલા ધાર્મિક પ્રસંગોને સફળ બનાવવા મંદિર ના મહંત શ્રી શંકરગીરી ગુરૂ શ્રી શ્રી 1008 પ. પૂ.શ્રી.લક્ષ્મણગીરી સહિત સેવક ગણ મા મયુરભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ ( મંત્રી), યશપાલ સ્વામી સહિતનાઓએ સુંદર આયોજન કયુઁ છે.
અહેવાલ યશપાલ સ્વામી