fbpx

જગન્નાથ મંદિર પરિસર ખાતે ભગવાન જગન્નાથ ના નેત્રોત્સવ ની વિધિ સાથે ભગવાનને આંખે પાટા બાંધવા માં આવ્યા..

Date:

ભગવાનના નેત્રોત્સવ સાથે જ મંદિર પરિસર ખાતે વિવિધ ધામિર્ક ઉત્સવો નો પ્રારંભ કરાયો..

રથયાત્રાને અનુલક્ષીને આયોજિત કરાયેલા ધાર્મિક ઉત્સવોને સફળ બનાવવા સુંદર તૈયારીઓ હાથ ધરાય..

પાટણ તા. 14
ભગવાન શ્રી જગન્નાથજીની ચાલુ સાલે નીકળનારી ભવ્યાતિભવ્ય 141મી રથયાત્રાનો બુધવારના પવિત્ર મોહિની એકાદશી ના દિવસે ભગવાન શ્રી જગન્નાથજી ના નેત્રોત્સવ પ્રસંગથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજના આ પવિત્ર પ્રસંગની શરૂઆત સાથે જ તા. 20 જુન અષાઢ સુદ બીજ સુધી શ્રી જગન્નાથ મંદિર ખાતે વિવિધ ધામિર્ક ઉત્સવો ઉજવવામાં આવશે.

પાટણ જગન્નાથ મંદિર ખાતે વહેલી સવારે શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે પૂજારી કનુભાઈ મહારાજ દ્વારા ભગવાનના નેત્રમાં ચંદન , ગુલાબજળ , બરાસ કપૂર ,વરિયાળી વગેરે શીતળ દ્રવ્યોનો લેપ કરવામાં આવ્યો હતો.ભગવાનની નેત્રોત્સવ વિધિ મંદિરના મે.ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય સહિત સર્વ ટ્રસ્ટીઓ તેમજ રથયાત્રા સમિતિ દ્વારા ભગવાનને આંખે પાટા બાંધીને આંખો ઉપર શીતળ દ્રવ્યો ના અભિષેક સાથે કરવામાં આવી હતી.

આ ધામિર્ક વિધિ બાદ રથયાત્રા ના પ્રસંગની શુભ શરૂઆત કરવામાં આવી હતી.ભગવાન ના નેત્રોત્સવ નિમિત્તે મંદિર પરિસર ખાતે જુદા જુદા ઉત્સવોની વિધિવત શરૂઆત થઈ છે ત્યારે આ પ્રસંગે ભક્તોએ ભગવાનનું ભાવપૂર્વક કીર્તન કર્યું હતું.આજ થી ત્રણ દિવસ સુધી ભગવાન શયનકક્ષમાં આરામ કરશે આ વિધિ દરમ્યાન ભગવાન ને ખીચડી , કોળું ,ગવારના શાક નો ભોગ ધરાવવામાં આવશે.

આજ ની વિધિ સાથે જ ભગવાનના સઘળા પ્રસંગો હર્ષોલ્લાસ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય અને સૌ ભક્તોની મનોકામના પૂર્ણ થાય અને સમગ્ર સૃષ્ટિ નું કલ્યાણ થાય તેવી પ્રાર્થના જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટ પિયુષ ભાઈ આચાર્ય સહિતના ટ્રસ્ટીગણ દ્વારા કરવામાં આવી હતી. સાથે સાથે ભગવાનના સ્વાસ્થ્ય ને લાભ થાય તેવા ભાવ સાથે ભગવાનના ભોળા ભક્ત રાકેશભાઈ સ્વામી દ્રારા રાત્રે ૮:૦૦ કલાકે ભજન નો કાર્યક્રમ હાથ ધરવા માં આવશે.

તા.૧૫ મી ના રોજ બપોરે ૧૨:૦૦ થી ૮:૦૦ સુધી જગન્નાથ ભકત મંડળ અને સમસ્ત બ્રહ્મ સમાજ ની મહિલાઓ દ્વારા અખંડ કૃષ્ણ ધૂન કરવામાં આવશે. રાત્રે ૯:૦૦ થી ૧૧ સુધી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મંત્ર જાગરણ કરવામાં આવશે. તા.૧૬ મી ના રોજ રાત્રે ૮:૦૦ થી ૧૧:૦૦ કલાક સુધી ભૈરવ મંડળ દ્વારા ભજન કરવામાં આવશે.

તા.૧૭ મી ના રોજ રાત્રે ૮:૦૦ થી ૧૧:૦૦ સુધી સંદીપભાઈ ખત્રી દ્વારા હનુમાન ચાલીસા નો પાઠ કરવામાં આવશે. તા.૧૮ મી નારોજ સવારે ભગવાન સન્મુખ કેરી નો મનોરથ કરવામાં આવશે.રાત્રે ૮:૦૦ કલાકે પિન્ડારિયા વાડા મંડળ દ્વારા આનંદનો ગરબો કરવામાં આવશે તા૧૯ ના રોજ સવારે ૭:૦૦ કલાકે ભગવાનનો મહા અભિષેક શરૂ થશે તેમજ જપાત્મક વિષ્ણુયાગ કરવામાંઆવશે.બપોરે ૧૨ કલાકે પૂર્ણાહુતિ કરવામાં આવશે.

તા.૧૯ મી ની સાંજે ૫:૩૦ કલાકે મામેરાના દાતા મયંકભાઇ તથા ભૂમિબેનના નિવાસ સ્થાન ૯૨, ભગવતી નગર, જૂના બસ સ્ટેશન રોડ પાટણ ખાતે થી હાથી ,ઘોડા , ઊંટ , દિવ્ય બગી ગાડી અને બેન્ડ,આતશબાજી સાથે કર્ણ પ્રિય ગીત સંગીતના સૂરો વચ્ચે વાજતે ગાજતે મામેરુ પ્રસ્થાન પામી બગવાડા દરવાજા , હિંગળા ચાચર , ઘીવટા નાકા,બહુચર માતા મંદિર , ભાલણ કવિની ખડકી , રોકડીયા ગેટ થઈ જગન્નાથ મંદિર ખાતે સંપન્ન થશે.

આ તમામ ધાર્મિક પ્રસંગોએ જગન્નાથ ભકતોને ખાસ હાજરી આપવા મંદિર તરફથી ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હોવાનું મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યએ જણાવ્યું છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સાયન્સ સેન્ટર ની ૬૯૩ દિવસોમાં ૧૦ લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી..

પાટણ તા. 9પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ 1 મે...