google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

શ્રાવણ માસના સોમવારે જ શહેરમાં ભૂગર્ભ ગટર લાઈન ચોક અપ બનતા દુષિત પાણી માર્ગ પર રેલાતા લોકોની આસ્થા ને ઠેસ પહોચી..

Date:

શહેરમાં અવારનવાર ચોકઅપ બનતી ભૂગર્ભ ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા લોક માંગ ઉઠી..

પાટણ તા. 21 પાટણ શહેરના રેલવે બ્રિજ થી રેલવે ગરનાળા તરફ જવાના માર્ગ પર શ્રાવણ માસના પ્રથમ સોમવારે જ ભૂગર્ભ ગટર લાઈન ચોકઅપ બનતા ભૂગર્ભ ના દૂષિત પાણી માર્ગો પર રેલાતા આ માગૅ પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકો ને હાલાકી સાથે તેઓની આસ્થા ને ઢેસ પહોંચી હતી.

પાટણ નગરપાલિકાની ભૂગર્ભ ગટર શાખા દ્વારા શહેરમાં ઠેર ઠેર ઉભરાતી ભૂગર્ભ ગટરની લાઈનોની સમસ્યા નું કાયમી ધોરણે નિરાકરણ ન લવાતા શહેરના માર્ગો પર અવાર નવાર ઉભરાતા દૂષિત પાણીના કારણે શહેરીજનોમાં રોગચાળો ફેલાવાની ભીતી પ્રબળ બની છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે જ શહેરના મહત્વ ના ગણાતાં રેલ્વે બ્રીજ થી રેલવે ગરનાળા તરફ જવાના માગૅ પરની ભૂગર્ભ ગટરની લાઇન ચોક અપ બનતા માગૅ પર દુષિત પાણીની રેલમછેલ જોવા મળી હતી. તો પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સર્જાયેલી આ સમસ્યાને લઇ માર્ગ પરથી પસાર થતાં રાહદારીઓ વાહન ચાલકોને આ વિસ્તારના રહીશોને હાલાકી સાથે તેઓની આસ્થાને ઠેસ પહોંચતાં લોકોએ પાલિકા ની ભૂગર્ભ ગટર શાખાના સતાધીશો પ્રત્યે રોષ વ્યકત કર્યો હતો.

તો આ બાબતની જાણ નગરપાલિકા ના ભૂગર્ભ શાખા ના ચેરમેન જયેશ ભાઈ પટેલ ને થતાં તેઓએ તાત્કાલિક ભૂગર્ભ ગટર શાખાના એન્જિનિયર નું ધ્યાન દોરી સમસ્યા નું ત્વરિત નિરાકરણ લાવવા સુચના આપી હોવાનું તેઓએ જણાવ્યું હતું. પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં અવારનવાર ચોક્અપ બનતી ભૂગર્ભ ગટરની સમસ્યાઓનું પાલિકાની ભૂગર્ભ ગટર શાખા દ્વારા કાયમી નિરાકરણ લવાય તેવી માંગ શહેરીજનોમાં પ્રબળ બનવા પામી છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા ની સત્યાપન બેઠક યોજાઈ..

પાટણ ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાની સત્યાપન બેઠક યોજાઈ.. ~ #369News

પાટણમાં જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવવા લોકોમાં અનેરો ઉત્સાહ ઉમંગ..

ઓતિયા અને પ્રજાપતિ પરિવાર દ્વારા માનતાના કાનુડા તૈયાર કરાયા..પાટણ...

વારાહી-રાધનપુર માર્ગ પર તેલ ભરેલ કન્ટેનર પલટી મારી જતા માર્ગ પર તેલની રેલમછેલ થઈ..

આજુબાજુના લોકોએ તેલ લેવા માટે પડાપડી કરી..પોલીસે ધટના સ્થળે...