google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

સમી તાલુકાના ઝીલવાણા માગૅ પર બે કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ટુડાવના દંપતિ નું મોત.

Date:

પાટણ તા. ૨૫
પાટણ જિલ્લામાં માગૅ અકસ્માતની ધટનાઓ અવાર-નવાર સજૉતી રહી છે જેમાં ખાસ કરીને સમી હાઈવે પર વધતી જતી માર્ગ અકસ્માતની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.ત્યારે વધુ એક માગૅ અકસ્માતની ઘટના શનિવારે સવારે ઉઝાના ટુડાવ ગામેથી વરાણા ખોડીયાર માતાજીના દશૅન માટે અલ્ટો કાર લઈને નિકળેલ દંપતિ ને ઝીલવાણા નજીક ertiga કાર સાથે અકસ્માત સર્જાતા ટુડાવના દંપતી નું મોત નિપજ્યું હોવાની સાથે ertiga ના ચાલકને પણ ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવા માં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે.

આ અકસ્માતની મળતી માહિતી મુજબ શનિવારના રોજ ઉઝા તાલુકાના ટુડાવ ગામનું પટેલ દંપતિ પોતા ની અલ્ટો કાર લઈને વરાણા દશૅન માટે જઈ રહ્યા હતા ત્યારે સમી તાલુકાના ઝીલવાણા ગામ નજીક આવેલ હાઇવે પર સામેથી આવી રહેલ અર્ટિકા કાર વચ્ચે અલ્ટો કારની ટકકર વાગતા કારમાં સવાર ટુડાવ ના પટેલ દંપતીનું કરૂણ મોત નિપજ્યું હતું. તો ertiga કારમાં સવાર ચાલક ઠાકોર જોગાજી વશરામજી ને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.

અલ્ટો કારમાં સવાર ટુડાવ ના રમેશભાઈ પટેલ તેમજ તેમના ધમૅપત્ની ઈન્દીરાબેન પટેલ નું મોત નિપજ્યું હોવાની વિગત જાણવા મળી છે.બને મૃતકોને પીએમ અર્થે સમી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. સમી હારીજ હાઇવે માર્ગ પર સર્જાયેલા અકસ્માત ના પગલે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા.

તો પટેલ દંપતીના અકસ્માત મા મોત નિપજયા હોવાના પગલે મૃતકના પરિવારજનો ના હૈયા ફાટ રુદન થી વાતા વરણમાં ગમગીની છવાઈ જવા પામી હતી. અકસ્માત નાં બનાવની સમી પોલીસ ને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું  છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના ડેર સેજા ની આંગણવાડી ખાતે પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી..

પાટણના ડેર સેજા ની આંગણવાડી ખાતે પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી.. ~ #369News

પાટણની ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં સ્વદેશી થીમ આયોજિત સમર કેમ્પની બાળકોએ મજા માણી..

ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓએ ટેકનોલોજી ના ઉપકરણોથી દૂર રહી જુની...

હારીજ પ્રોહિબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી એલ.સી.બી. એ દબોચ્યો..

પાટણ તા. ૧૨પાટણ જિલ્લાના તાલુકા મથક હારીજ પોલીસ સ્ટેશનના...