પાટણ તા. 14
પાટણની શૈક્ષણિક ક્ષેત્રે, રમત-ગમત ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે બાળકોના સતત સર્વાંગી વિકાસમાં અગ્રેસર શેઠ નાગરદાસ ગુલાબ ચંદ પટેલ પ્રાથમિક શાળા તથા શેઠ એમ. એન. પ્રાથમિક શાળામાં બાલવાટિકા અને ધોરણ-1 ના નાના ભૂલકાઓનો ભારતીય સંસ્કૃતિ રીતિરિવાજ પ્રમાણે વૈદિક મંત્રોચાર, માં સરસ્વતીનું પૂજન, ગુરુ પૂજન તેમજ તમામ બાળકોને કુમકુમ તિલક કરી આવકારવામાં આવ્યા હતા.
આ પ્રસંગે બાલવાટિકામાં – 64 અને ધોરણ -1 માં 12 નાના ભૂલકાઓને પ્રવેશ આપવા માં આવ્યો હતો. તથા પ્રવેશ લેનાર તમામ બાળકોને ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટ દ્વારા એક સુંદર બેગ, પાણીની બોટલ, નોટબુક, પેન્સિલ, રબર , સંચો અને દેશી હિસાબની બુક આપવમાં આવી હતી, વાર્ષિક પરીક્ષા માં પ્રથમ,દ્રિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર કુલ-78 વિદ્યાર્થીઓને શાળા દ્વારા પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા. તેમજ જે બાળકના માતા-પિતાની આર્થિક પરિસ્થિતિ નબળી છે તેવા 122 વિદ્યાર્થી ઓને દાતા દ્વારા ચોપડા-નોટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટના પ્રમુખ ડૉ. જે. કે પટેલે વિદ્યાર્થીઓને શુભ આશિષ પાઠવ્યા હતા. આ શુભ પ્રસંગમાં મનોજ ભાઈ કે. પટેલ (પા.ન.પા કોર્પોરેટર), દિનેશ ભાઈ એસ.પટેલ (ઉ. ગુ. યુ. મંડળ વહીવટી ),ભરતભાઈ દેસાઈ (CRC.),નરેશ ભાઈ પટેલ (એમ.એન.હાઈ.આચાર્ય) તથા શાળા ના આચાર્ય વસંતભાઈ પટેલ તથા શાળા પરિવાર દ્વારા દરેક બાળકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. અને દાતાઓનો આભાર વ્યક્ત કરાયો હતો.
અહેવાલ યશપાલ સ્વામી