google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણની પ્રભુતા સમાન પટોળા ના વસ્ત્રો પરિધાન કરી સૌ પ્રથમવાર ભગવાન જગન્નાથજી નગર ચયૉએ નિકળશે..

Date:

માધવી હેન્ડીક્રાફટ પરિવાર ના અણમોલ ભાવ સાથે પટોળા માથી તૈયાર કરાયેલ વસ્ત્રો મંદિર ને અપૅણ કરાયા..

પાટણ તા.15
ઐતિહાસિક અને ધર્મની નગરી પાટણ શહેરમાંથી ભગવાન જગન્નાથજી ની નીકળનારી ભારત ના ત્રીજા નંબરની અને ગુજરાતમાં બીજા નંબરની 141 મી રથયાત્રા ને લઈને શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર સહિત જગન્નાથ ભક્તોમાં અનેરો ઉત્સાહ ઉમંગ છવાયો છે.

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને મંદિર પરિસર ખાતે રથયાત્રાની તમામ પ્રકારની તૈયારીઓ નો ધમધમાટ જોવા મળી રહ્યો છે.

ત્યારે અષાઢી બીજ ના પવિત્ર દિવસે ચાંદી મઢીત રથોમા નગર ચયૉ એ નીકળનાર ભગવાન જગન્નાથજી,ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સૌ પ્રથમવાર પાટણની પ્રભુતા સમાન પટોળા માથી તૈયાર કરાયેલા વસ્ત્રો પરિધાન કરી નગર ચયૉ એ નીકળ નાર હોવાનું શ્રી જગન્નાથ રથયાત્રા સમિતિ ના કન્વીનર પિયુષભાઇ આચાર્ય એ જણાવ્યું હતું.

પાટણ માથી નીકળનારી ભગવાન જગન્નાથજી ની 141 મી રથયાત્રા ને સફળ બનાવવા અઢારે વણૅના લોકો તન,મન અને ધન થી સહયોગ આપી રહ્યા છે.

ત્યારે પાટણ ના મોટી ભાટિયાવાડ ખાતે આવેલ પટોળાના કસબી માધવી હેન્ડીક્રાફટ ના સુનિલ ભાઈ સોની પરિવાર દ્રારા પોતાના અણમોલ ભાવથી છ કારીગરો ની મદદથી વિવિધ પ્રકારના રેશમો સહિત ભગવાન ના શરીર ની ચામડી ને કોઈ પણ પ્રકારનું નુકશાન ન પહોચે તે માટે નેચરલ ડાઈગ સાથે વનસ્પતિઓ ના નેચરલ કલરો વડે છ કારીગરોની અથાગ મહેનત સાથે સાત માસ જેટલા સમયમાં પટોળા માથી તૈયાર કરવામાં આવેલા ભગવાન ના વસ્ત્રો એકાદશીના પવિત્ર દિવસે જગન્નાથ મંદિર ટ્રસ્ટ ને સુનિલભાઈ સોની પરિવાર દ્વારા અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર થી ભગુડા નવીન એસ ટી બસ નો લીલી ઝંડી આપી પ્રારંભ કરાવતા ધારાસભ્ય..

રાધનપુર થી ભગુડા નવીન એસ ટી બસ નો લીલી ઝંડી આપી પ્રારંભ કરાવતા ધારાસભ્ય.. ~ #369News

ચાણસ્મા હોમગાર્ડઝ સભ્ય ના અવસાન બદલહોમગાર્ડઝ કલ્યાણ નિધિ માથી રૂ.૧.૫૫ લાખનો ચેક સભ્ય પરિવાર ને અપૅણ કરાયો..

પાટણ તા. ૨૪ચાણસ્મા હોમગાર્ડઝ યુનિટ ના હોમગાર્ડ સભ્ય સ્વ.મહેન્દ્રભાઈ...

આર્ટ્સ કોલેજ પાટણના એન.એસ.એસ વિભાગ દ્વારા મતદાન જાગૃતિ માટે રેલી યોજાઈ…

પાટણ તા. ૨૨પાટણ સ્થિત નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના કેમ્પસમાં...

પાટણ નગરપાલિકા ને ગુજરાત સરકાર દ્રારા અધતન ટેકનોલોજી સાથેની ઈમરજન્સી રેસ્ક્યુ વ્હિકલ ની ભેટ..

પાટણ નગરપાલિકા ને ગુજરાત સરકાર દ્રારા અધતન ટેકનોલોજી સાથેની ઈમરજન્સી રેસ્ક્યુ વ્હિકલ ની ભેટ.. ~ #369News