fbpx

સિધ્ધપુર ના શખ્સ ને ધમૅ ગુરૂ ના નામે વસ કરી લાખ્ખો રૂપિયા મેળવી વિશ્વાસ ધાત કરાયો..

Date:

ભોગ બનનાર શખ્સ દ્રારા સિધ્ધપુર પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી..

પાટણ તા. 16
સિદ્ધપુરમાં ધર્મ ગુરુના નામે લાગણી વસ કરી ધંધાર્થે રૂ. 33 લાખ લઇ જે પૈકી 26.50 લાખ પરત ના આપી છેતરપિંડી આચરતા ભોગ બન નાર ઈસમ દ્વારા સિધ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.આ બાબતે મળતી માહિતી મુજબ સિદ્ધપુરમાં રહેતા યુસુફ મહંમદઅલીને શહેરના ખરૂદ્દીન ઇસ્માઇલ દરબાર નામના ઈસમે આર્થિક લાભ મેળવવા તેમજ ઠગાઈ કરવા સારૂં કાવતરૂ રચી ધર્મગુરૂની ઓફીસના હોદ્દે દારો ના ખોટા નામ ધારણ કરી શેખ મુસ્તુફા ભાઇ ભુજાવાલાના નામનું ખોટું ઇ મેઇલ એડ્રેસ તથા તેઓના ધર્મગુરૂના સગા ભાઈના નામનું ખોટું ઇ- મેઇલએડ્રેસ પરથી અનેક મેઇલો કરી ઇલેક્ટ્રોનીક માધ્યમથી ખોટા દસ્તાવેજ બનાવી ઇલેક્ટ્રીક દસ્તાવેજ ખોટા છે તેવું જાણતા હોવા છતાં કપટ પુર્વક તેનો ઉપયોગ કરી ફરીયાદીને ધાર્મિક રીતે લાગણીવશ કરી સદરી આરોપી ખરૂદ્દીન ઇસ્માઇલ દરબારને ધંધાર્થે આર્થિક મદદ કરવા સારૂ દોરી ફરીયાદી પાસે થી તા.4-3-2020 થી તા. 14-6-2022 ના સમયગાળા દરમિયાન કુલ રૂ.33 લાખ ની રકમ કપટ પૂર્વક લઇ લીધેલ અને ફરીયાદીનીલેણી નીકળતી રકમના ફક્ત રૂ. 6,50,000/- પરત આપેલ અને બાકીના રૂ. 26,50,000 ન ચુકવી ફરીયાદી સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી હોવાની યુસુફ ભાઇ ફીદહુસૈન મહંમદઅલી જાતે-પીવાલા (દાઉદી વ્હોરા) ઉ.વ.આ.63 ધંધો-નિવૃત્ત રહે, સિધ્ધ પુર ફ્લેટ નં. 104 પ્રથમ માળ, હુસેન એપાર્ટમેન્ટ, ઇઝઝી મહોલ્લો દેવડી વાળા એ ઉપરોક્ત આરોપીઓ સામે સિદ્ધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ ના ચક્રો ગતિશીલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ બેતાલીસ ઠાકોર સમાજ ની બનતી હોસ્ટેલ માટે રૂ. ૨૫ લાખની દાનની જાહેરાત કરતાં ચંદનજી ઠાકોર…

પાટણ બેતાલીસ ઠાકોર સમાજ ટ્રસ્ટ ની બેઠકમાં દાતાઓને શિક્ષણ...

પાટણ ના સંખારી ગામના જરૂરિયાત મંદ પરિવારના વડીલને આયુષ્યમાન કાર્ડ થી નવજીવન મળ્યું….

પરિવારે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો...

ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલની યોજનારી ચૂંટણીમાં ફાર્મા ગૌરવ પેનલે ઉમેદવારો ઉતાર્યા..

પાટણ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો.ની કારોબારી બેઠકમાં પેનલના ઉમેદવારો...