google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના કાજીવાડા નજીકના પાવર હાઉસ વિભાગમાં બંધ કરવામાં આવેલી સુવિધા પુનઃ શરૂ કરવા માગ ઉઠી..

Date:

શહેર કોગ્રેસ સમિતિ દ્વારા સહી ઝુંબેશ સાથે આવેદન પત્ર સુપ્રત કર્યું..

પાટણ તા. 15
પાટણ શહેર ની મધ્ય માં આવેલ કાજીવાડા નજીક વર્ષો થી કાર્યરત પાવર હાઉસ વિભાગ માં કાયૅરત લાઈટ બિલ ભરવા માટે નું કાઉન્ટર અને અન્ય ફરિયાદ નિવારણ ઓફિસ વિસ્તાર થી દુર અન્યત્ર ખસેડવામાં આવતાં આ વિસ્તાર ના તમામ સમાજ ના લોકો ને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

જેને લઈ આ વિસ્તાર ના સર્વે સમાજ ના રહીશો ને સાથે રાખી આ કચેરીઓ પુનઃ કાજીવાડા નજીક ની જુની જગ્યા એ તાત્કાલિક ધોરણે પરત લાવવા ગુરૂવારે પાટણ શહેર કોગ્રેસ સમિતિ દ્વારા સહી ઝુંબેશ સાથે મુખ્ય ઈજનેર ને આ બાબતે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

શહેર કોગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ સહી ઝુંબેશ સહિત આવેદનપત્ર આપવાનાં કાર્યક્રમ મા શહેર કોગ્રેસ પ્રમુખ ભરત ભાટિયા, ભુરાભાઈ સૈયદ સહિત કોગ્રેસ ના આગેવાનો, કાર્યકરો વિસ્તાર ના તમામ સમાજ ના લોકોએ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી પોતાનું સમથૅન આપ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ રોટરી ડાયાબિટીક કલબ દ્રારા ધામિર્ક યાત્રા પ્રવાસ નું આયોજન કરાયું..

પાટણ તા. 13 પાટણ સ્થિત રોટરી ડાયાબિટીક ક્લબ દ્વારા...

પાટણની એમ.એન.સ્કુલના બાળ વૈજ્ઞાનિકો દ્રારાતૈયાર કરવામાં આવેલી વિજ્ઞાન કૃતિ જિલ્લા કક્ષાએ પ્રથમ આવી…

પાટણ તા. ૧૨વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા,જિજ્ઞાસા વૃત્તિ તથા તેમનામાં જે વૈજ્ઞાનિક...

ફતેહસિંહરાવ લાઇબ્રેરીના મને જાણો કાર્યક્રમ અંતર્ગત “મનનો માળો’” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું..

પાટણ તા. 17પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા...