મુખ્ય દાતા પરિવારે આવતી સાલ ચોપડા વિતરણ માટે રૂ.૫૧ હજારની સખાવત જાહેર કરી…
પાટણ તા. ૧૭
પાટણ શહેરમાં છેલ્લા ૧૩ વષૅથી પાટણ પ્રજાપતિ સમાજમાં સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સેવાકીય પ્રવૃત્તિ કરતી પાટણ પ્રજાપતિ યુથ ક્લબની સમાજના વિદ્યાર્થીઓ માટે દર વર્ષે કરાતી નહીં નફો નહીં નુકસાનના ધોરણે ચોપડા વિતરણ ની પ્રવૃત્તિ પ્રજાપતિ સમાજમાં સરાહનીય બની છે.
ત્યારે પાટણ પ્રજાપતિ યુથ ક્લબને ચોપડા વિતરણ માટે આજીવન મુખ્ય દાતા તરીકે ઉદાર હાથે સખાવત અપૅણ કરનાર કાન્તાબેન રમણભાઈ છગનલાલ પટણી પરિવાર ની સમાજના વિધાર્થીઓના શૈક્ષણિક હેતુ માટે ની ઉદારતાને પાટણ પ્રજાપતિ યુથ કલબના સભ્યોએ સરાહી રવિવારે શહેરના શાન્તા બા હોલ ખાતે તેઓના અભિવાદન સાથે તેઓના યુએસએ ગમનની શુભેચ્છા પાઠવવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
પાટણ પ્રજાપતિ યુથ કલબ દ્રારા ચોપડા વિતરણના મુખ્ય દાતા પરિવાર માટે આયોજિત કરવામાં આવેલ આ અભિવાદન – શુભેચ્છા પ્રસંગે આગામી વષૅ ના ચોપડા વિતરણ માટે દાતા પરિવારે રૂ.૫૧ હજાર સખાવત અપૅણ કરવાની ધોષણા કરતાં ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટ થી દાતા પરિવારને વધાવી તેઓના વિદેશ ગમનની વિવિધ મોમેન્ટો, બુકે અને શાલ થી સન્માનિત કરી શુભેચ્છા પાઠવી હતી.
સમાજના શૈક્ષણિક કાયૅ માટે હમેશા ઉદાર હાથે સખાવત અપૅણ કરનાર દાતા પરિવારે પણ પાટણ પ્રજાપતિ યુથ કલબ દ્રારા આયોજિત અભિવાદન – શુભેચ્છા કાયૅક્રમ બદલ કલબ નો આભાર વ્યક્ત કર્યો હતો. પાટણ પ્રજાપતિ યુથ કલબ દ્રારા આયોજિત કરવામાં આવેલ આ કાર્યક્રમ ને સફળ બનાવવા કલબ ના પ્રમુખ, મંત્રી, ઉપપ્રમુખ, ખજાનચી સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી