fbpx

ભગવાન જગન્નાથજી ની રથયાત્રા અને બકરીઇદના પવૅની ઉજવણીને લઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ..

Date:

પાટણ તા. 15
પોલીસ અધિક્ષક પાટણ ના આમુખ-૧ ના પત્રથી આગામી તા.20 ના રોજ ભગવાન જગન્નાથજી ની 141 મી રથયાત્રા અને તા.29 જુલાઈ ના રોજ મહોરમ(તાજિયા) તહેવારોની ઉજવણી સાથે રાજકીય સંગઠનો સંસ્થાઓ દ્વારા તથા સરકાર દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમો દરમ્યાન સરકાર વિરુધ્ધમાં આક્ષેપો પ્રતિઆક્ષેપો કરી આંદોલનાત્મક કાર્યક્રમો, સરઘસ કાઢી,ધરણાં કરી, ભૂખ હડતાળ કરી,રેલી કાઢી,આવેદનપત્ર આપવાથી પાટણ જિલ્લાની સુલેહશાંતીનો ભંગ ન થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે પાટણ જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં તા.01 જુન થી તા. 31 જુલાઈ સુધી હથિયાર બંધી ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રદીપસિંહ રાઠોડ દ્રારા બહાર પાડવામાં આવેલ છે.

આ માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રદીપસિંહ રાઠોડ (જી.એ.એસ.) પાટણ ગુજરાત જિલ્લામાં ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૭(૧) મુજબ મળેલ સત્તાની રૂએ સમગ્ર પાટણ જિલ્લાના. તા.01/06/2023 થી તા. 31.07.2023 (બંને દિવસો સુધ્ધાંત) નીચે મુજબ નીચેના કૃત્યો કરવા મનાઈ ફરમાવવા માં આવે છે. જેમાં શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદુક, ચપ્પુ, લાકડી અથવા લાઠી અથવા શારીરિક ઈજા પહોંચાડવામાં ઉપયોગ થઈ શકે તેવી ચીજો લઈ જવાનું કે રાખી ફરવાનું કે એકઠા કરવાનું, જલ્દી સળગી ઉઠે તેવા વિસ્ફોટક પદાર્થો બનાવવાનું કે એકઠા કરવાનું કે સાથે રાખી ફરવાનું કે એકઠા કરવાનું, પથ્થર-અથવા પથ્થર જેવા પદાર્થો અથવા હથિયાર અગર ફેંકી શકાય તેવા સાધનો સાથે રાખી ફરવાનું કે એકઠા કરવાનું , જુસ્સાદાર ભાષણ કરવાનું કે નનામીઓ કે પૂતળા બાળવાનું કે ચાળા પાડવા કે અસભ્યતા પ્રેરે અગર નીતિનો ભંગ કરે તેવા ચિત્રો તૈયાર કરવાનું કે પ્રદર્શિત કરવાનું, ધાર્મિક કે સામાજિક લાગણી દુભાય તેવા સૂત્રો પોકારવાનું,અપમાન કરવાનું કે અપમાન કરવાના ઈરાદાથી જાહેરમાં બીભત્સ સૂત્રો પોકારવાનું, અશ્લીલ ગીતો ગાવાનું કે ટોળામાં ફરવાનુ, માણસ નું મડદું/ આકૃતિ અગર પ્રતિમા પ્રદર્શિત કરવાનું,નીતિનો ભંગ કરે તેવું ભાષણ કરવાનું, વાણી ઉચ્ચારવાનું, નીતિનો ભંગ થાય તેવા હાવભાવ કરવા તેવી ચેસ્ટાઓ કરવાનું તથા ચિત્રો, પત્રિકાઓ અથવા પ્લેકાર્ડ તૈયાર કરવાનું ઉપયોગ કરવાનુંઆ જાહેરનામું ફરજ પરના સરકારી નોકર કે કામ કરતી કોઈપણ વ્યક્તિઓ જેના ઉપરી અધિકારીઓ આવું કોઈપણ હથિયાર સાથે લઈ જવાનું ફરમાવ્યું હોય અથવા કોઈપણ હથિયાર લઈ જવાની જેની ફરજ હોય ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટ ,સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, જિલ્લા પોલીસ અધિક્ષક કે તેમણે અધિકૃત કરેલ પોલીસ અધિકારીએ શારીરિક અશક્તિને કારણે લાકડી કે લાઠી લઈ જવાની પરવાનગી આપી હોય તેવા વ્યક્તિઓ પર આ હુકુમનો ખંડ (1) લાગુ પડતો નથી

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ એપીએમસી ખાતે કપાસ ની આવક પર વાતાવરણ ના પલ્ટા ની અસર વતૉઈ…

ગત વષૅની સરખામણીએ કપાસની આવક ધટી : તો રાયડાની...

રાજય સરકાર દ્વારા પ્રજાપતિ સમાજને સેરથા નજીક ૧૫ હજાર ચો.મી. જગ્યા ૫0℅ ના ભાવથી ફાળવવામાં આવી..

ગુજરાત ના મુખ્યમંત્રી નો સમસ્ત પ્રજાપતિ સમાજ વતી આગેવાનો...

પાટણની ભૈરવ સોસાયટીમાં રહેતા યુવાનનું અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ..

અપહરણકારોની ચુંગાલમાંથી મહામુસીબતે છુટેલા યુવાને અપહરણકારો સામે પોલીસ ફરિયાદ...