fbpx

પાટણને વધુ એક વખત ગૌરવ અપાવતા સરીયદ ના વતની લેફ્ટનન્ટ કર્નલ નીતિન જોશી..

Date:

આર્મી ના લોખંડી પુરુષ નિતીન જોશી એ પોતા ના શરીર પર બુલેટ સાથે નવ આર્મી જવાનોને ઊભા રાખી હૈરત અંગેજ કરતબ રજૂ કર્યા..

નિતીન જોશી ની સાહસિકતાને આર્મીના અધિકારી સહિત જવાનોએ સરાહનીય લેખાવી..

પાટણ તા. 15
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સરીયદ ગામના વતની અને સમગ્ર ગુજરાત સહિત ભારત દેશને ગૌરવ અપાવનાર લેફ્ટનન્ટ કર્નલ નિતીન જોશીએ વધુ એક વખત હૈરત અંગેજ કરતબ દર્શાવી આર્મી અધિકારી સહિત આર્મી જવાનોના મન જીતી પાટણ પંથકના આર્મી ના લોખંડી પુરુષ તરીકે ગૌરવ અપાવ્યું છે.

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સરીયદ ગામના વતની આઈસમેન અને આયૅન મેન તરીકે વર્લ્ડ રેકોર્ડ નો ખિતાબ મેળવનાર અને હાલમાં લેફ્ટનન્ટ કર્નલ અને ગયા ખાતે શારીરિક પ્રશિક્ષણ અકાદમીના અધિકારી તરીકે ની ફરજ બજાવતા નિતીન જોશી કે જે એક સાહસિક અધિકારી તરીકે ની છાપ ધરાવે છે.તેઓએ તાજેતર માં આર્મી જવાનોના આયોજિત એક કાર્યક્રમ માં વધુ એક વખત પોતાની સાહસિકતાના દર્શન કરાવ્યા હતા.

જેમાં તેઓએ પોતાના શરીર ઉપર બુલેટ સાથે 9 આર્મી જવાનોને ઉભા રાખતા તેઓના આ હૈરત અંગેજ કરતબ ને નિહાળી ઉપસ્થિત સૌ આર્મી અધિકારી સહિતના જવાનો આવાક બન્યા હતા અને તેઓના આ હૈરત અંગેજ કરતબ ની મુકત મને સરાહના કરી અભિનંદન પાઠવ્યા હતા.

સરીયર ગામના વતની અને લેફ્ટનન્ટ કનૅલ તરીકેની ફરજ બજાવતા નીતિન જોશીની સાહસિકતા ને લઇ સમગ્ર દેશ અને દુનિયા માં તેઓએ પાટણ પંથકનું આર્મી ના લોખંડી પુરુષ તરીકે નામ રોશન કર્યું છે. વેલડન લેફ્ટનન્ટ કર્નલ નીતિન જોશી વેલ ડન…

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પદ્મશ્રી દીવાળીબેન ભીલ ની પૂણ્યતિથિ નિમીતે એક લવ્ય જન સેવા કેન્દ્ર પાટણ દ્વારા પુષ્પાંજલી કાર્યક્રમ યોજાયો..

પદ્મશ્રી દીવાળીબેન ભીલ ની પૂણ્યતિથિ નિમીતે એક લવ્ય જન સેવા કેન્દ્ર પાટણ દ્વારા પુષ્પાંજલી કાર્યક્રમ યોજાયો.. ~ #369News

જામનગર: અઢી વર્ષની માસૂમ બાળકી રમતા-રમતા 35થી 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી, રેસ્ક્યૂ ટીમે ઓપરેશન હાથ ધર્યું

જામનગર: અઢી વર્ષની માસૂમ બાળકી રમતા-રમતા 35થી 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી, રેસ્ક્યૂ ટીમે ઓપરેશન હાથ ધર્યું ~ #369News

પાટણ-ભીલડી નવીન ટ્રેનને જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી..

પાટણ-ભીલડી નવીન ટ્રેનને જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી.. ~ #369News