fbpx

બીપરજોય વાવાઝોડાને પગલે અસરગ્રસ્ત બનેલા પરિવારોની મદદરૂપ બનવાનું સેવાકાર્ય કરાયું..

Date:

આશ્રય મેળવી રહેલા પરિવારોને ભોજન પિરસાયું: બાળકો માટે મનોરંજન ના સાધનો ઉપલબ્ધ બનાવાયા..

મનોજ પટેલ અને તેમની ટીમ સાથે આઈસીડીએસ ટીમ અને પ્રસાસન ની કામગીરી સરાહનીય બની.

પાટણ તા. 17
બીપરજોય વાવાઝોડાની અસર પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વતૉઈ છે. છેલ્લા 48 કલાકથી ભારેથી અતિભારે વરસાદના કારણે ધણા પરિવારોનું જિલ્લા પ્રસાસન દ્રારા સ્થળાંતર કરાવવામાં આવ્યું છે ત્યારે સ્થળાંતર કરાયેલ પરિવારો અને તેમના બાળકોની ચિંતા કરતા પાટણ શહેર ભાજપના પૂવૅ પ્રમુખ અને નગર સેવક મનોજભાઈ પટેલ અને તેમની યુવા ટીમ સાથે આઈસીડીએસ ની ટીમે રમત ગમત સંકુલ, ગુરૂકુળ સ્કૂલ, આશાપુરા પ્રા. શાળા અને પાયોનિયર સ્કૂલમા આશ્રય લઈ રહેલ લાભાર્થીઓની મુલાકાત લીધી હતી.

તેઓએ આશ્રય મેળવી રહેલ પરિવારજનોની સગર્ભા, ધાત્રી, કિશોરી અને ઝીરો થી છ માસના બાળકો ને દાતાના સહયોગથી ફ્રુટ, બિસ્કીટ, સુખડી, પુલાવ, કઢી નું ભોજન જમાડયુ હતું.તો કિશોરીઓને સેનેટરી પેડ વગેરેની સુવિધા આઈસીડીએસ ટીમ દ્વારા પુરી પાડવામાં આવી હતી.

આ સેવાકીય પ્રવૃત્તિ ની સાથે સાથે છેલ્લા બે દિવસથી આશ્રય મેળવી રહેલ પરિવારજનો ના બાળકો ના મનોરંજન માટે ફોલ્ડીગ લપસણી, સાયકલ, જુદા જુદા આકારની પઝલ, નાની નાની ઘોડાગાડી, બતક સાયકલ જેવા સાધનો પણ ઉપલબ્ધ બનાવતા બાળકો આનંદિત બન્યા હતા.

આ સેવાકીય પ્રવૃત્તિની કામગીરીમાં મનોજભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ બિલ્ડર, પાટણ સીડીપી ઉર્મિલાબેન પટેલ અને તેમની ટીમના નયનાબેન, જોસનાબેન, જયાબેન, દીપ્તિબેન અને પાટણની તમામ આંગણવાડી કાર્યકર બહેનોએ આ કુદરતી આપત્તિનl સમયે સુંદર સહિયોગ આપ્યો હતો.

આ પ્રસંગે પ્રાંત અધિકારી મિતુલભાઈ પટેલ, પાટણ મામલતદાર મહેતા, પાટણ હેલ્થ ઓફિસના મેડિકલ ઓફિસર, આરબીએસકે ની ટીમ તેમજ કાર્યકર બેનો સાથે રહીને મેડિકલની સેવા તેમજ પોષણની સેવા પૂરી પાડેલ હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

અંબિકા શાક માર્કેટના શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે લઘુરુદ્ર યજ્ઞ યોજાયો..

અંબિકા શાક માર્કેટના શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે લઘુરુદ્ર યજ્ઞ યોજાયો.. ~ #369News