fbpx

પાટણ સિવિલ હોસ્પિટલમાં યુક્રેન,રશિયા અને ફિલિપાઇન્સ માંથી એમબીબીએસ કરનાર 20 વિધાર્થીઓ ઈન્ટનશિપ માટે આવ્યા..

Date:

અમદાવાદ વીએસ મા એમડી ના બીજા વર્ષ મા અભ્યાસ કરતાં 20 રેસીડેન્ટ ડોકટરો પણ ત્રણ ત્રણ માસ માટે ટ્રેનિંગ માટે આવ્યા..

પાટણ સિવિલ હોસ્પિટલમાં મોટા ભાગની આરોગ્ય સેવા ઉપલબ્ધ બનતા જરૂરિયાતમંદ દર્દીઓ અને તેના પરિવારજનોએ રાહત અનુભવી..

પાટણ તા. 22
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાના જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદ સમાન બનેલી પાટણ શહેરના મધ્યમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારની આરોગ્યની સુવિધા ઉપલબ્ધ બની રહે તે માટે સિવિલ સત્તાધીશો દ્વારા વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવતી હોય છે

ત્યારે હાલમાં પાટણ સિવિલ હોસ્પિટલની આરોગ્યની સેવાઓને ધ્યાનમાં રાખીને યુક્રેન, રશિયા, ફિલીપાઇન્સ જેવા વિદેશો માથી એમબીબીએસ નો અભ્યાસ પૂર્ણ કરી યુક્રેન રશિયાના યુદ્ધ દરમિયાન ભારતમાં પરત ફરેલા 20 જેટલા મેડિકલ ના વિદ્યાર્થીઓ હાલમાં ઇન્ટનશિપ કરવા માટે પાટણ સિવિલ હોસ્પિટલમાં આવ્યા છે.

તો અમદાવાદ વીએસ હોસ્પિટલ ના એમડી ના બીજા વષૅમાં અભ્યાસ કરતા 20 જેટલા ગાયનેક, ઈએનટી, ઓર્થોપેડિક, મેડિસિન સર્જરી,સાઈક્રિટીક જેવા રેસીડેન્ટ ડોક્ટરો પણ ત્રણ ત્રણ માસ માટે પાટણ સિવિલ હોસ્પિટલમાં આરોગ્યની સેવા આપવા આવ્યા હોય જેને લઈને હાલમાં પાટણ સિવિલ હોસ્પિટલમાં મોટા ભાગની આરોગ્ય સેવા ઉપલબ્ધ બનતા અહીં આવતાં જરૂરિયાત મંદ દર્દીઓ સહિત તેઓના પરિવારજનો રાહત અનુભવી રહ્યા હોવાનું પાટણ સિવિલ હોસ્પિટલ ના સુત્રોએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related