google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

ગુજરાતી સંસ્કૃતિ ને ઉજાગર કરતો ગીતોનો સંગીતમય કાર્યક્રમ યોજાયો ..

Date:

પાટણ તા. ૫
હાલો ગુજરાતી ગીતોનો જલસો કાર્યક્રમ પાટણ એ.પી.એમ.સી. હોલ ખાતે યોજાયો હતો. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર ના આર્થિક સહયોગથી વરદાયિની મ્યુઝિક એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, પાટણ દ્વારા ગુજરાતી સંસ્કૃતિ ને ઉજાગર કરતો વિવિદ્ય ગુજરાતી ગૌરવવંતા ગીતો, ઘણાં સુગમ સંગીત અને શૌર્ય ગાથાનાં ગીતો, ભક્તિ અને આનંદ પ્રમોદનાં ગીતોનો ગુજરાતી ગીત નો જલસો સંગીતમય કાર્યક્રમ પાટણ એ. પી. એમ.સી ના એસી હોલ ખાતે યોજયો હતો.

આ કાર્યક્રમ માં તારા આંખ નો અફીણી…… પ્રદીપ નાયક, યશગાથા ગુજરાતની….. કમલેશ સ્વામી, છેલાજી રે…….. આશના પાલકર, પાન લીલું જોયુ મીનાબેન રાવલ તથા ઉદઘોષક તેમજ ગાયક તરીકે ડો.આશુતોષ પાઠક નયનને બંધ રાખીને રજુ કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યુ હતું. અન્ય કલાકારો દ્વારા ગુજરાતી સુગમ સંગીત ગીતો, ગુજરાતી લોકપ્રિય ગીતો રજૂ કરવામાં આવતાં ઉપસ્થિત કલા રસિકોએ મંત્ર મુગ્ધ બની કાર્યક્રમ ને બિરદાવ્યો હતો.આ કાર્યક્રમ ને સફળ બનાવવા વરદાયિની મ્યુઝિક એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રદીપ સી. નાયક સહિતના કલાકારોએ જહેમત ઊઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ખાતે રહેતા મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા મહારાષ્ટ્રીયન પર્વ ગુડી પડવાની શ્રધ્ધાભેર ઉજવણી કરાઈ..

પાટણ ખાતે રહેતા મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા મહારાષ્ટ્રીયન પર્વ ગુડી પડવાની શ્રધ્ધાભેર ઉજવણી કરાઈ.. ~ #369News

પાટણના સિદ્ધિ સરોવર માર્ગ પર થી રાત્રિના સુમારે પસાર થતા ડમ્પર ચાલકે 5 વિદ્યુત પોલ અને ડીપીને ટક્કર મારતા વિસ્તારમાંઅંધારપટ છવાયો..

પાટણના સિદ્ધિ સરોવર માર્ગ પર થી રાત્રિના સુમારે પસાર થતા ડમ્પર ચાલકે 5 વિદ્યુત પોલ અને ડીપીને ટક્કર મારતા વિસ્તારમાંઅંધારપટ છવાયો.. ~ #369News

પાટણમાં સ્વાતંત્ર પર્વની ઉજવણીના ઉપલક્ષ્ય માં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ…

પાટણના ધારાસભ્ય તેમજ પાલિકા પ્રમુખ સહિતના આગેવાનોએ લીલી ઝંડી...