કોન્ફરન્સમાં 90 લોકોએ ભાગ લઈ 66 જેટલા રિસર્ચ પેપર રજૂ કર્યા..
બેસ્ટ રિસર્ચ પેપર રજૂ કરનાર ત્રણ વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા..
પાટણ તા. 23
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન દ્વારા ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ફ્રેશ 2023નું યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે બે દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું જે કોન્ફરન્સનું શુક્રવારના રોજ સમાપન થયું હતું.
આ કોન્ફરન્સમાં ટોટલ 90 લોકો સહભાગી થયા હતા જે અંતર્ગત 66 રિસર્ચ પેપર પ્રેઝન્ટ રજૂ કરવામાં આવ્યા હતા.આ બે દિવસીય કોન્ફરન્સમાં 5 ટેકનિકલ સેશન અને 4 એક્સપર્ટના વ્યાખ્યાન પણ યોજાયા હતા.
બે દિવસીય કોન્ફરન્સ ના સમાપન સમારોહમાં યુનિવર્સિટીના કા. રજીસ્ટાર અને કોન્ફરન્સના ચેર પર્સન ડો.ચિરાગ પટેલ અને કન્વીનર ડો. વિપુલ ઉપાધ્યાય એ કોન્ફરન્સમાં શ્રેષ્ઠ પેપર પ્રેઝન્ટ કરનાર સ્કોલરને સર્ટિફિકેટથી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ-સુજાતા કૌલગી, દિલ્લી અને દ્વિતીય નંબર -સંદીપ કુમાર-ગ્વાલિયર, મધ્ય પ્રદેશ, તૃતિય -જોશી નિયંતા, ગુજરાત અને કાજલ પટેલને સન્માનીત કરવામાં આવ્યા હતા.
યુનિવર્સિટીના ડાયરેક્ટર ફિઝિકલ એજ્યુકેશન અને આ કોન્ફરન્સ ના ચેર પર્સન ડો. ચિરાગભાઈ પટેલ દ્વારા સમાપન સત્રમાં બે દિવસના કોન્ફરન્સ નો અહેવાલ રજૂ કરી કોન્ફરન્સના સફળ આયોજન બદલ સૌને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી