પાટણ તા. 24
ભારતીય જનતા પાર્ટી ૧૮-પાટણ વિધાનસભા લાભાર્થી સંમેલન શનિવારે કુણધેર ચુડેલ માતાના મંદિરે યોજાયું હતું.આ સંમેલન મા ઉપસ્થિત પુર્વ સદસ્ય રાષ્ટ્રીયમહિલા આયોગ ડો.રાજુલબેન દેસાઇ એ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં મહિલા માટે મિશન મંગલમ અંતર્ગત સખી મંડળો થકી લોન આપવામાં આવી, ઉજજવલા યોજના અંતર્ગત મફત ગેસ આપવામાં આવ્યો અને મહિલાઓને આત્મ નિભૅર બનાવવા ભાજપ સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડો.દશરથજી ઠાકોર ના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી કિશાન સન્માન નિધી અંતર્ગત ખેડૂતો ને સન્માન થકી બે હજાર સહાય વષૅ ની છ હજાર સહાય આપવામાં આવી, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લોકોને ધર ની સુવિધા માટે સહાય આપવામાં આવી, નલ સે જલ અંતર્ગત પીવાના પાણીની સુવિધા, આયુષ્યમાન કાર્ડ અંતર્ગતઆરોગ્ય ની સુવિધા, પ્રધાનમંત્રી સામાજિક જીવન વીમા અંતર્ગત વિમા કવચ, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય ની સહાય આપવામાં આવી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના નવ વર્ષ ના સુશાસન મા વિવિધ યોજના થકી લાભો લોકોને આપવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર, પુર્વ સદસ્ય રાષ્ટ્રીય મહિલા આયોગ ડો.રાજુલબેન દેસાઇ, પાટણ લોકસભા લાભાર્થી સંમેલન ના ઈન્ચાર્જ દિલીપભાઈ જોષી, નરેશભાઈ પરમાર, પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ, મહામંત્રી જલુજી ઠાકોર, પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી,પાટણ તાલુકા પંચાયત પ્રમુખના પતિ વિનોદભાઈ પટેલ, મહિલા બાળ વિકાસ સમિતિ જિલ્લા પંચાયત પાટણ ના ચેરમેન ના પતિ દિલિપભાઈ દેસાઈ, પાટણ શહેર ભાજપ પ્રભારી સી.સી. ઠકકર, વિરેશભાઈ વ્યાસ, પ્રવિણભાઈ પરમાર, મધુબેન સેનમા, પાટણ વિધાનસભા લાભાર્થી સંમેલનના સંયોજક વિષ્ણુ ભાઈ પટેલ,અરવિંદભાઈ પરમાર, હિનાબેન શાહ, લેમનસિંહ ઠાકોર સહિત મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હોવાનું પાટણ લોકસભા ભાજપ મીડિયા ઇન્ચાર્જ જયેશ દરજીએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી