ત્રણ ત્રણ મહિના ની સમસ્યા નું પાટણ ધારાસભ્ય સહિત વિપક્ષના કોર્પોરેટર દ્વારા ત્વરિત નિરાકરણ લવાતા પાલિકા તંત્ર સામે રહિશોએ ઉંગલી નિર્દેશ કર્યો…
પાટણ તા. 24
પાટણ શહેર ના અંબાજી નેળિયા વિસ્તારની પાંચ સોસાયટીઓના બેહનો – ભાઈઓ અને સ્થાનિક રહીશોએ ભૂગર્ભ ગટર ની સમસ્યા થી કંટાળીને નગર પાલિકામાં હલ્લાબોલ મચાવતા અને આ હલ્લા બોલમાં રહિશો ને સાથ સહકાર આપવા માટે પાટણ વિધાનસભાના ધારાસભ્ય ડો. કિરીટભાઇ પટેલ, પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોર્પોરેટર ભરત ભાટીયા, પૂર્વ કોર્પોરેટર મધુભાઈ પટેલ અને વોર્ડ નંબર 5 ના આગેવાન દીપકભાઈ પટેલે ઉપસ્થિત રહી સહકાર આપ્યો હતો.
પાટણના ધારાસભ્ય ડો. કિરીટભાઇ પટેલે GUDC ના અધિકારીઓ તથા નગરપાલિકાના અધિકારીઓ સાથે ખૂબ ઊંડાણ પૂર્વક ટેલીફોનીક ચર્ચા કરી તેની ફળશ્રુતિ રૂપે GUDC ના જવાબદાર અધિકારીઓ તાત્કાલિક પાટણ ખાતે દોડી આવ્યા હતા. અને તેમની ભુગર્ભ ટીમ તેમજ નગરપાલિકાના ભુગર્ભ કોન્ટ્રાક્ટર ની ટીમો કામે લગાડી હતી અને રાત્રે 11.00 કલાકથી રાત્રે 3:00 વાગ્યા સુધી સદર ભૂગર્ભ ગટર સફાઈ ની કામગીરી હાથ ધરી હતી.
આ સમગ્ર કામગીરી દરમ્યાન સ્થળ ઉપર પાટણ ધારાસભ્ય ડો.કિરીટભાઇ પટેલ અને GUDC ના અધિકારી ઓ એ હાજર રહી ભૂગર્ભ ગટર ઉભરાવાનો પ્રશ્ન હલ કરતાં વિસ્તારના રહિશો એ રાહત અનુભવી હતી.
શહેર મા ભૂગર્ભ ગટરની સમસ્યા દરેક વિસ્તારોમાં સજૉતી હોય છે ત્યારે તેના નિરાકરણનીકામગીરી કરવાની જગ્યાએ ફક્ત પાલિકા સતાધીશો ઉડાવ જવાબ આપીને વિસ્તારના રહીશોને હેરાન પરેશાન કરવામાં આવે છે ત્યારે ના છૂટકે રહીશોએ નગરપાલિકામાં હલ્લાબોલ કરવાની ફરજ પડતી હોય છે અને ત્યારબાદ નગર પાલિકા ના સત્તાધીશો,અધિકારીઓ એક્શન મોડ માં આવીને જે કામ ત્રણ ત્રણ મહિનાથી ન થતું હોય તે કેમ તાત્કાલિક એક દિવસમાં ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલ ની દેખરેખ નીચે પૂર્ણ કર્યુ છે. જો પાલિકા ના ચેરમેનના વિસ્તારમાં આ હાલત હોય તો નગરપાલિકાના અન્ય વિસ્તારમાં શું પરિસ્થિતિ હશે એ ભાજપના પદાધિકારીઓ અને ચેરમેનોએ વિચારવાની જરૂર છે.
ગઈકાલે નગર પાલિકામાં સ્થાનિક રહીશો આવ્યા હતા તેમના પ્રશ્નોની વાચા આપવા માટે ધારાસભ્ય, કોર્પોરેટર અને કોંગ્રેસ પક્ષના આગેવાનો હાજર રહ્યા હતા.જો નગર પાલિકાના પદાધિકારી અને ચેરમેને આ પ્રશ્નોનું નિરા કરણ કર્યું હોત તો સ્થાનિક રહીશોને નગરપાલિકા આવવાની જરૂર પડત નહીં અને જો કામગીરી ચાલતી હતી તો કામ કેમ પૂર્ણ ન થાય અને જો કામગીરી ચાલતી હતી તો રહીશોના હલ્લાબોલ બાદ જ કેમ રાત્રે જ આ કામગીરી પૂર્ણ થઈ તેવા વૈધક સવાલો પાલિકા તંત્રને રહિશો દ્ધારા કરવામાં આવ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી