fbpx

પાટણ લોકસભા ભાજપના ઉમેદવારને બે પાદર ગામના કોંગ્રેસી આગેવાનો અને કાર્યકર્તાઓનું સમર્થન સાપડયુ..

Date:

પાટણ તા. ૧૪
લોકસભાની ચૂંટણીના પડખમ વાગી ચૂક્યા છે અને દરેક રાજકીય પાર્ટીના ઉમેદવાર પાર્ટીના આગેવાનો સાથે લોકસભા મતવિસ્તારના ગામડા ખૂંદી રહ્યા છે. પાટણ લોકસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીને પાટણ લોકસભા વિસ્તાર મા ચુટણી પ્રચાર દરમિયાન ઠેર ઠેર સુંદર પ્રતિસાદ સાંપડી રહ્યો છે.ત્યારે રવિવારે પાટણ તાલુકાના બેપાદર ગામે ભરતસિંહ ડાભીના ચૂંટણી પ્રચાર દરમિયાન વર્ષોથી કોંગ્રેસમાં જોડાયેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ એ કોંગ્રેસને રામ રામ કહી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી નરેન્દ્ર મોદીના વિકાસ મંત્રને ચરિતાર્થ કરવાનો નિર્ધાર વ્યક્ત કરતા કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ સહિત ઉમેદવારમાં સોપો પડી જવા પામ્યો છે.

પાટણ તાલુકાના બેપાદર ગામે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીના ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓને ભરતસિંહ ડાભી જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર સહિતના આગેવાનોએ કેસરિયો ખેસ પહેરાવી પાર્ટીમાં આવકારી આગામી લોકસભાની ચૂંટણીમાં ભરતસિંહ ડાભીને પાંચ લાખ કરતા વધુ મતોથી વિજય બનાવવા આહવાન કરતા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા તમામ કોંગ્રેસી આગેવાનો અને કાર્યકર્તા ઓએ પણ આ આહવાનને પરિપૂર્ણ કરવા હૈયાધારણા આપી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ લોકસભા બેઠક ભાજપે ઓછી સરસાઈ સાથે જાળવી રાખી..

પાટણ લોકસભા બેઠકના ઉમેદવારો ને મળેલ મતોમાં સૌથી વધુ...

પાટણના વતની સંજય વકીલ ને ધમૅ જાગૃતિ કેન્દ્ર દ્વારા સન્માનિત કરાયા..

પાટણ તા. 12 પાટણના વતની તથા જાણીતા ઇતિહાસકાર પ્રા.મુકુન્દભાઈ...